બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:31 PM, 20 July 2024
Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના મંડી-પઠાણકોટ નેશનલ હાઈવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિમાચલની મુલાકાતે આવેલા પંજાબના યુવકોએ ચાલુ કારે એક વિદ્યાર્થિનીની બેગ આંચકી લીધી હતી. જેને કારણે વિદ્યાર્થીની થોડા અંતર સુધી કાર સાથે ઢસડાઈ અને અંતે રોડ પર પટકાઈ હતી. આ ઘટનામાં વિદ્યાર્થીનીને ઈજાઓ પહોચી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTV વીડિયોને આધારે પોલીસે ત્રણ જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંડી જિલ્લાના જોગીન્દર નગરના આહજુમાં પંજાબના ત્રણ છોકરાઓએ કારમાંથી કોલેજની વિદ્યાર્થીનીનો મોબાઈલ, પર્સ અને ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કર્યો, એટલુ જ નહી યુવતીને કાર સાથે 20-30 મીટર સુધી ઢસડી હતી.
Video: 20 વર્ષની યુવતીની બેંગ આંચકી કાર સવારે 20 ફૂટ સુધી ઢસડી, ત્રણની ધરપકડ#HimachalPradeshNews#mandi #NH #viralvideo #caraccident #women #himachalgovernment #hppolice #Snatching pic.twitter.com/4nJN3po3MC
— ajitsinh Jadejatv (@AJadejatv) July 20, 2024
ADVERTISEMENT
બાદમાં આરોપીઓએ જોગીન્દર નગર માર્કેટમાં હોમગાર્ડ જવાન અને સ્કૂટર પર સવાર એક મહિલાને પણ અડફેટે લીધી હતી. બીજી તરફ પોલીસે સતર્કતા દાખવતા નાકાબંધી દરમિયાન ગુમ્મા નજીકથી આ આતંક મચાવનાર યુવકોને પકડી પાડ્યા હતા.
હાલ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, 20 વર્ષીય નેહા વર્મા નામની કોલેજની વિદ્યાર્થિની શુક્રવારે બપોરે આહજુ નજીક બસની રાહ જોઈ ઉભી રહી હતી, ત્યારે બૈજનાથ બાજુથી એક નંબર વગરની કાર ઝડપથી આવી હતી અને વિદ્યાર્થિની એકલી જોઇ તેને લૂંટવા પ્રયાસ કર્યો હતો. યુવતિએ ગળામાં બેગ પહેરેલી હોવાથી આરોપી તેઓ છીનવવામાં સફળ ન થયા ત્યારે તેમણે કારની સ્પીડ વધારી દીધી જેના કારણે યુવતી 20 મીટર સુધી ઢસડાઇ હતી.
આ પછી જોગીન્દર નગરના સાંઈ બજારમાં બચાવમાં આવેલા હોમગાર્ડ જવાન અને સ્કૂટર પર સવાર મહિલાને પણ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. હોમગાર્ડ જવાને એક આરોપીને દબોચી લીધો હતો. આ દરમિયાન આરોપીઓએ તેમની કાર સાથે પાંચ વાહનોને પણ ટક્કર મારી હતી અને પોલીસને છેતરવા માટે આરોપીઓએ તેમની કાર પર નંબર પ્લેટ પણ લગાવી હતી. પરંતુ પોલીસે ગુમામાં નાકાબંધી ગોઠવી ત્રણેય યુવકોની કાર સાથે ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.