બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / 5-5 વર્ષ થયા તોય તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારો ન્યાયથી વંચિત, કહ્યું 'કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાય'
Last Updated: 12:37 PM, 9 August 2024
ગુજરાતનાં તાજેતરમાં બનેલ દુર્ઘટનાઓ તેમજ અગાઉ બનેલી દુર્ઘટનાઓમાં પીડીત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવાનું નક્કીક કરવામાં આવ્યું છે. આજે આ ન્યાય યાત્રાની શરૂઆત મોરબીથી નીકળી હતી અને ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા યોજાશે. ન્યાય યાત્રાને લઈ કોંગ્રેસનાં આગેવાન અને પીડિત પરિવારની બેઠક યોજાઈ હતી.
ADVERTISEMENT
દુર્ઘટનાની CBI દ્વારા તપાસ થાય અને દોષિતોને સજા થાય તેવી કરશે માંગ
ADVERTISEMENT
સુરત તક્ષશીલા અગ્નિકાંડના પીડિતોએ જણાવ્યું હતું કે, આવા કેસોને લઈ સરકાર દ્વારા ડે ટુ ડે આવા કેસોની અરજી નાંખી હતી. જે હાઈકોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે. ત્યારે કોર્ટને પણ બે હાથ જોડીને વિનંતી છે. અમારા પીડીત પરિવારની સામે જોઈ આ કેસ ઝડપી ફાસ્ટ ચલાવો.ત્યારે કોર્ટને પણ જોવું જોઈએ. જ્યારે તમે સરકારને ફટકાર લગાવો છો. પણ જ્યારે નિર્ણય લેવામાં આવે ત્યારે તમે ફગાવી દો છો. બે હાથ જોડીને હાઈકોર્ટને વિનંતી છે કે તમે આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવો અને સરકારને વિનંતી છે કે જ્યારે સત્ર આવે ત્યારે આવા કેસમાં સુધારો કરો. કે આવા કેસમાં ફાંસીની સજા સુધીનો પ્રાવધાન કરે.
કેસ લડવા માટે અમારા પાસે પૈસા નથી-પીડીત
સુરતનાં તક્ષશિલા કાંડનાં પીડીતોને કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે પીડીત પરિવારો દ્વારા કહ્યું હતું કે, પાંચ વર્ષ સુધી રાહુલ ગાંધી દેખાયા ન હોવાનો પીડીત પરિવારોએ આક્ષેપ કર્યો હતો. ન્યાય માત્ર કોર્ટ કરશે. તેમજ મદદ કરવી હોય તો ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે. તેમજ કેસ લડવા માટે અમારા પાસે પૈસા નથી. તેમજ કોર્ટમાં કેસ ડે ટુ ડે ચલાવવામાં આવે તેવી પીડીત પરિવારો દ્વારા માંગ કરવામાં આવી હતી. તેમજ આ બાબતે કોઈ રાજકારણ અમે ચલાવી લઈશું નહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.