બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / vicky kaushal sara ali khan trolled for her shayri during promotions of zara hatke zara bachke in jaipur

મનોરંજન / 'ઝરા હટકે ઝરા બચકે'ના પ્રમોશન વખતે શાયરી બોલવા પર ટ્રોલ થઈ સારા, વિક્કીના થયા આવા હાલ

Arohi

Last Updated: 02:50 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zara Hatke Zara Bachke Vicky Kaushal Sara Ali Khan: એક્ટ્રેસ સારા અલી ખાન અને વિક્કી કૌશલની નવી ફિલ્મ આવવાની છે જેનું નામ છે 'ઝરા હટકે ઝરા બચકે'. હાલ બન્ને સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે. એવામાં સારા અલી ખાન ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. જાણો કેમ....

  • 'ઝરા હટકે ઝરા બચકે'નું પ્રમોશન કરી રહ્યા છે સારા-વિક્કી 
  • બન્ને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા જયપુર
  • સારા અલી ખાન શાયરીના કારણે આવી ગઈ ટ્રોલર્સના નિશાને 

બોલિવુડની અસલી રાજકુમારી કહેવાતી અભિનેત્રી સારા અલી ખાન હાલ સતત ચર્ચામાં છે. સારાના ચર્ચામાં રહેવાનું કારણ છે અભિનેત્રીની આવનારી ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'. જેમાં તેની સાથે અભિનેતા વિક્કી કૌશલ પણ જોવા મળી રહ્યા છે. બન્ને કલાકાર હાલ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

આ સમયે બન્ને પ્રચાર-પ્રસાર કરવા માટે રાજસ્થાન ગયા છે. સારા અને વિક્કીને હાલમાં જ જયપુરમાં સ્થાનીક લોકોની સાથે વાતચીત કરતા જોવા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સમયે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. જેના કારણે સારા ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

પ્રમોશન માટે રાજસ્થાન પહોંચ્યા સ્ટાર્સ 
સારા અલી ખાન અને વિક્કી કૌશલે કપિલ શર્મા શોમાં પોતાની ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'નું પ્રમોશન કર્યા બાદ તેનો પ્રચાર કરવા માટે રાજસ્થાનને પસંદ કર્યું. તેમના આ રાજસ્થાન ટૂરના ફોટો અને વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

જ્યાં હજુ સુધી સારા અને વિક્કીનો રાજસ્થાની અંદાજ ફેંસને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યાં જ હવે કંઈક એવું થઈ ગયું છે જેના બાદ નેટિજન્સ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. હકીકતે આ વીડિયોમાં સારા અલી ખાન શાયરી સંભળાવી રહી છે. જેનાથી નેટિજન્સનો ગુસ્સો સાતમા આસમાને છે. 

સારા અને વિક્કીએ શેર કર્યો વીડિયો 
હાલમાં જ સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને વિક્કી કૌશલનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન જયપુરની એક સ્થાનીક દુકાન પર ઓઠણીની ખરીદી કરી રહી છે. ખરીદી કરતી વખતે સારાએ એક શાયરી સંભળાવી, જે નેટિસન્સને બિલકુલ પસંદ નથી આવી. 

અભિનેત્રીએ કહ્યું, "નમસ્તે દર્શકો, જેવું કે તમે જોઈ શકો છો અમે છીએ જયપુરમાં લુકિંગ એટ દુપટ્ટા, શોપિંગ અને મૂવી દેખના વિધ પરિવાર ઈકઠ્ઠા, સ્પેશિયલી ઈફ યુ આર શોપિંગ વિથ શ્રી હટ્ટા કટ્ટા". વિક્કી કૌશલ પોતાની શાયરી સંભાવ્યા બાદ દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંકતા જોવા મળ્યા. 

સારાની શાયરીથી નેટિઝન્સ થયા ગુસ્સે 
નેટિઝન્સ સારા અલી ખાનની શાયરીથી ખિજાઈ ગયા અને તેમણે તેને શરમમાં મુકાન કહ્યું. એક યુઝરે લખ્યું, "નહીં, નહીં આ પ્રચાર નથી. જો આ પ્રચાર છે તો આ મને ફિલ્મ ન જોવાનું વધુ એક કારણ આપી રહ્યા છે." બીજા એક યુઝરે લખ્યું, "યાર સારાએ આને રોકવું પડશે. આ હકીકતે સારૂ નથી." એક અન્ય યુઝરે લખ્યું, "હું હકીકતે શરૂઆતમાં જ રડી પડી જ્યારે તેણે બોલવાનું શરૂ કરતા પહેલા એક શ્વાસ ભર્યો." લોકો સતત વીડિયો પર આ પ્રકારે કમેન્ટ્સ કરતા રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sara Ali Khan Vicky Kaushal Zara Hatke Zara Bachke shayri trolled વિક્કી કૌશલ સારા અલી ખાન Zara Hatke Zara Bachke
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ