બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / સ્ત્રી-2માં વિક્કી કૌશલના ટ્રેલરે આપી સરપ્રાઈઝ, 'છાવા'ના ભયંકર યુદ્ધવાળા ટીઝરે ભર્યો હુંકાર
Last Updated: 05:40 PM, 15 August 2024
વર્તમાન સમયમાં દરેક લોકો ફિલ્મોના શોખીન હોય છે. તાજેતરમાં રીલીઝ થયેલી 'બેડ ન્યૂઝ' ફિલ્મને કારણે વિક્કી કૌશલ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જો કે ફિલ્મને ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો. જેથી ફરી એક વાર વિક્કી ફેન્સ વચ્ચે પોતાની એક્ટિંગની છાપ છોડવા તૈયાર છે. વિક્કી પોતાની નવી ફિલ્મ 'છાવા' સાથે ફરી એક વાર બોક્સ ઓફિસમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મમાં વિક્કી એક નવા અને અલગ અંદાજ સાથે જોવા મળશે.
ADVERTISEMENT
સ્ત્રી-2ના પ્રીમિયરમાં જ વિક્કીની ફિલ્મ 'છાવા'નું ટીઝર બતાવવામાં આવ્યું, જેને લોકોએ પોતાના ફોનમાં શુટ કર્યું. આ શુટ કરેલા ટીઝરને સોશિયલ મીડિયા પર મૂકાતા જ વાઇરલ થયું. જે ટીઝર જોઈને ફેન્સમાં ખુશીનો પાર રહ્યો નથી.
સ્ત્રી 2માં થયું હતું છાવાનું ટીઝર, તો ચાલો ટ્રેલર એક નજર મારીએ
ADVERTISEMENT
સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે વિક્કી
મોડોક ફિલ્મ્સ દ્વારા આ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું. મોડોક ફિલ્મસે સ્ત્રી 2 ના પ્રીમિયરમાં છાવાની એક ઝલક બતાવીને વિક્કીના ફેન્સને ખૂબ ખુશ કરી દીધા છે. આ ટીઝરમાં વિક્કી કૌશલ એક અલગ એનર્જી અને અલગ અંદાજમાં જોવા મળે છે. અપકમિંગ છાવા ફિલ્મમાં વિક્કી છત્રપતિ શિવજી મહારાજના પુત્ર વીર સંભાજી મહારાજની શક્તિશાળી ભૂમિકા જોવા મળશે. આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીની રશ્મિકા મંદાના પણ લીડ રોલ કરતી જોઈ શકાશે.
#Chhava teaser 💥🔥#VickyKaushal in a never-seen-before avatar 🔥 🥵 #ChhavaTeaser #Chhava#LaxmanUtekar #Chava #MaddockFilms #Stree2 #ShraddhaKapoor #AkshayKumar pic.twitter.com/dvpt6B4Cy3
— Siddharth (@sid23cool) August 14, 2024
ટીઝર વાયરલ થયું
છાવાનું ટીઝર હાલ વાયરલ થઇ રહ્યુ છે.. આ ટીઝરમાં વિક્કી કૌશલ લાંબી દાઢી, માથા પર તિલક અને લાંબા વાળ સાથે એક બહાદુર મરાઠા યોદ્ધાના રૂપમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં ફક્ત રણવીર સિંહ જ 'બાજીરાવ માસ્તાની'માં મરાઠા યોદ્ધા બન્યા હતા. આ ટીઝરમાં સંભાજી મહારાજ બનેલા વિક્કીને એકલો હજારો સૈનિકો સાથે લડતો બતાવવામાં આવ્યો છે.
ક્યારે રીલીઝ થશે છાવા?
છાવામાં રશ્મિકા મંદાના સંભાજી મહારાજના પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં રશ્મિકા અને વિક્કી સાથે અક્ષય ખન્ના, દિવ્યા દત્તા, આશુતોષ રાણા જેવા અન્ય કલાકાર જોવા મળશે. છાવા ફિલ્મ આ વર્ષે જ ડિસેમ્બર મહિનાની 6 તારીખે થિયેટરમાં રીલીઝ થશે, જેથી વિક્કીના ફેન્સ ખૂબ ઉત્સાહમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.