બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Vibrant Summit 2022 scheduled: CM Bhupendra Patel invites which country's delegation

સરકાર વાયબ્રન્ટ / વાયબ્રન્ટ સમિટ 2022નું આયોજન નક્કી : CM ભૂપેન્દ્ર પટેલે જુઓ કયા દેશના ડેલિગેશનને આપ્યું આમંત્રણ

Last Updated: 04:09 PM, 1 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર  એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર  પીટર કૂકે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની લીધી સૌજન્ય મુલાકાત.

  • ગુજરાત- UKના સંબંધ બનશે સુદ્રઢ 
  • ગુજરાત સરકાર -UK વચ્ચે ચર્ચા-વિચારના  
  • સુરક્ષા -હેલ્થ કેયર ,ગીન એનર્જી પર વિમર્શ 

આગામી 2022નાં અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી છે ત્યારે, કોરોના કાળમાં ના થઇ શકેલા બહુ આયામી વાયબ્રન્ટ ગુજરાત માટે રાજ્ય સરકારે તૈયારી કરવાનું શરુ કરી દીધું.  આ અંતર્ગત આજે બ્રિટીશ હાઈ કમિશનના ડેલીગેશને ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. વિવિધ સમ-સામયિક વિચાર-વિમર્શ દરમિયાન મુખ્યમંત્રી એ બ્રિટીશ હાઈ કમીશનને આગામી વાયબ્રન્ટ ગુજરાત સિમટ-2022માં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર  એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર  પીટર કૂકે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.બ્રિટીશ હાઇકમિશનરે ગુજરાતી સમુદાયોએ ડાયસપોરાએ બ્રિટીશ-યુ.કે ના વેપાર-વણજ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને યોગદાનની સરાહના કરતાં ગુજરાત-યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી.      

ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રે MOU

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બ્રિટીશ હાઇકમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત સરકારે યુ.કે સાથે સિકયુરિટી, ડિફેન્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં 10 વર્ષીય સહભાગીતાના રોડમેપ કંડારતા જે એમ.ઓ.યુ કર્યા છે તેમાં ગુજરાત કઇ રીતે યોગદાન આપી શકે તે અંગે તેઓ પણ વિસ્તૃત અભ્યાસ, વિચારણા કરશે. બ્રિટીશ હાઇકમિશનરશ્રીને ગુજરાત સોલાર એનર્જી સેકટરમાં અગ્રણી રાજ્ય છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગમાં ભાગીદારી કરી શકે. મુખ્ય મંત્રીએ  જણાવ્યું કે ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે.એટલું જ નહિ,ગુજરાત-યુ.કે ની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે.

   UK સાથે વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતા     

ગુજરાત-યુ.કે ની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની વિશેષતાઓ બ્રિટીશ હાઇકમિશનર સમક્ષ વર્ણવી હતી.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ટ્રાયબલ આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસના પ્રધાનમંત્રીશ્રીના આગવા વિઝનનો ખ્યાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિકાસગાથા નિહાળવાથી મળી શકે. ટ્રાયબલ આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસના પ્રધાનમંત્રીશ્રીના આગવા વિઝનનો ખ્યાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિકાસગાથા નિહાળવાથી મળી શકે.

     વાયબ્રન્ટમાં પધારો 

 મુખ્યમંત્રીએ  વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની મુલાકાત લેવા બ્રિટીશ હાઇકમિશનરને અનુરોધ કરતાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આત્મનિર્ભરતા સાથે ગ્લોબલી કેવો વિકાસ સાધી શકાય તે પણ અવશ્ય જાણવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-2022 માં યુ.કે ના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. 
    

સંકળાયેલા મુદ્દાઓ

Invited Vibrant Gujarat 2022 MoU UK visited CM gujarat આમંત્રણ ગુજરાત બ્રિટીશ હાઈ કમીશન ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી વાયબ્રન્ટ ગુજરાત સમજુતી કરાર gandhinagar
Mehul
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ