મુંબઇઃ આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019ના સંદર્ભમાં મુંબઈમાં રોડ શો યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પણ જોડાશે. તેઓ 15થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ઉદ્યોગ સંચાલકો સાથે તેઓ વન ટુ વન બેઠક કરશે.
આ રોડ શોમાં વાયબ્રન્ટ સમિટ 2019ની વિશેષતાઓ પ્રસ્તુત કરવામાં આવશે. તો મુખ્યમંત્રી રૂપાણી ગુજરાતની સિદ્ધિઓની પણ પ્રસ્તુત કરશે. ત્યાર બાદ 20 જેટલા દેશોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. આ રોડ શોમાં મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ અને વિભાગીય સચીવો પણ જોડાશે. તો મુંબઈમાં વસતા કચ્છી ઉદ્યોગકારો સાથે પણ મુખ્યમંત્રી મુલાકાત કરશે.
18થી 20 જાન્યુઆરીમાં યોજવામા આવશે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ
ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. વાઈબ્રન્ટ સમિટ માટે રાજ્યના મંત્રીઓ વિવિધ રાજ્યોમાં રોડ શો કરશે. વાઇબ્રન્ટ સમિટના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મુંબઇમાં રોડ શો કરશે અને નેતાઓ અને ઉદ્યોગપતિ સાથે પણ બેઠક કરશે.