VHP and Bajrang Dal protest in Surat over Udaipur Tailor murder case
આક્રોશ /
ઉદયપુર હત્યાકાંડના પડઘા છેક ગુજરાત સુધી, સુરતમાં VHP અને બજરંગદળના કાર્યકરોએ કર્યું પૂતળા દહન
Team VTV04:18 PM, 30 Jun 22
| Updated: 08:18 PM, 30 Jun 22
રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરી નાખવાની ઘટનાના પડધા છેક ગુજરાત સુધી પડ્યા છે.
રાજસ્થાનની ઘટનાના પડઘા છેક સુરતમાં જોવા મળ્યા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો
ભટાર ચાર રસ્તા ખાતે પૂતળા દહન કરી વિરોધ કરાયો
ગુજરાતના સુરતમાં રાજસ્થાનના ઉદયપુરની ઘટનાને લઇને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પૂતળા દહન કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભટાર ચાર રસ્તા ખાતે નજીક પૂતળા દહન કરી વિરોધ
કરવામાં આવ્યો.
કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ અપાયું છે
ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે ગુજરાતમાં પણ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગઇકાલે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં DGP સહિતના અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યના તમામ જિલ્લાના SP પણ બેઠકમાં સામેલ થયા. તમામ SP વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં સામેલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ NIAને આપ્યા છે તપાસના આદેશ
આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે. નોંધનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજસ્થાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ રાજ્યમાં કેટલીય જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ સામે આવી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેટલીય જગ્યાએ કર્ફ્યુ લગાવ્યો છે તથા સમગ્ર રાજસ્થાનમાં 144ની કલમ લાગુ કરી દીધી છે તથા ઈન્ટરનેટની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ કેસની તપાસ કરવા માટે NIAના સિનિયર રેન્કના અધિકારીઓની ટીમ ઉદયપુર મોકલવામાં આવી હતી.
MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated: HMO India pic.twitter.com/ZWxTa01rMC
ઉદયપુરની આ ઘટનાને લઇને ગઇકાલે ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને આદેશ આપ્યા હતા કે આ કેસની તપાસ પોતાના હાથમાં લે. ગૃહમંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવાયું હતું કે, 'આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.'
Rajasthan | People join the funeral procession of Kanhaiya Lal, who was killed yesterday in Udaipur pic.twitter.com/xCzydcqNuV
ઉલ્લેખનીય છે કે, ઉદયપુરમાં દરજીની કરવામાં આવેલી હત્યામાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેની પરથી જાણી શકાય છે કે કેવી ક્રૂરતા સાથે આ હત્યા કરી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, હત્યારાઓએ ધારદાર હથિયારથી કનૈયા પર 26 ઘા માર્યા હતા, તેમના શરીર પર 13 કટ લાગેલા હતા. તેમાંથી મોટા ભાગના ગળાની આસપાસ હતા. કહેવાય છે કે, ગળાને શરીરથી અલગ કરવાની પુરેપુરી કોશિશ કરી હતી.
જાણો શું હતી ઘટના?
નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટથી ઉશ્કેરાયેલા કટ્ટરપંથીઓએ કનૈયાલાલને ધમકી આપી હતી અને તેની હત્યા કરવાની જાહેરાત કરી હતી. મહોમ્મદ રિયાઝ અને ગૌસ મહોમ્મદ નામના શખ્સે મંગળવારે સાંજે કનૈયાની કરપીણ હત્યા કરી નાખી હતી. હુમલાખોરોની આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બંને આરોપીઓને રાજસમંદમાંથી ધરપકડ કરવામાં આવી છે.