બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / vhp and bajrang dal perform worship near old mosque of mangalore

BIG NEWS / જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં બબાલ: મેંગલુરૂની જૂની મસ્જિદમાં હિન્દુ મંદિર હોવાનો દાવો, VHPએ કરી મોટી જાહેરાત

Pravin

Last Updated: 01:19 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ધાર્મિક સ્થળને લઈને ચાલી રહેલા વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં પણ એક મસ્જિદને લઈને આવો દાવો કરવામાં આવ્યો છે.

  • જ્ઞાનવાપી માફક કર્ણાટકમાં પણ હોબાળો
  • મેંગલુરૂની જૂની મસ્જિદમાં મંદિર હોવાનો દાવો
  • વિશ્વ હિન્દુ પરિષદે કરી આ માગ

 

દેશમાં ધાર્મિક સ્થળને લઈને ચાલી રહેલા વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જ્ઞાનવાપી બાદ હવે કર્ણાટકમાં પણ એક મસ્જિદને લઈને આવો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટકના મેંગલુરૂમાં જૂની મસ્જિદ નીચે કથિત રીતે હિન્દુ મંદિર જેવા વાસ્તુશિલ્પ ડિઝાઈઆન મળવાનો દાવો કર્યો છે. હવે આ જગ્યા પર વિશ્વ હિન્દુ પરિષદ એક અનુષ્ઠાન કરશે. જેને જોતા મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ


કર્ણાટકની આ મસ્જિદ બહાર વીએચપીના કેટલાય કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને હોબાળો કર્યો હતો. આ તમામ લોકો જૂની મસ્જિદમાં પૂજા કરવાની માગ કરી રહ્યા છે. એટલુ જ નહીં મસ્જિદ બહાર આ લોકોએ પૂજા અર્ચના પણ કરી હતી, જેને જોતા માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયો હતો. વીએચપીના આ હોબાળાને જોતા સમગ્ર વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી હતી. ઘટના પર ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરી દેવામા આવી છે. 500 મીટરના દાયરામાં કોઈને પણ ભીડ એકઠી કરવાની મંજૂરી નથી.

કેવી રીતે શરૂ થયો વિવાદ


હકીકતમાં 21 મેના રોજ આ આખો મામલો સામે આવ્યો હતો. જ્યાં આ જૂની મસ્જિદનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન દાવો કરવામા આવ્યો હતો કે, મસ્જિદની અંદર એક મંજિર જેવી સંરચના છે. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદે આ મુદ્દાને ઉછાળ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. હવે જ્ઞાનવાપીની માફક આ મુદ્દો પણ ગરમાઈ રહ્યો છે. વીએચપીનો દાવો છે કે, મંદિર તોડીને આ મસ્જિદ બનાવામાં આવી છે. વીએચપીનું કહેવુ છે કે, આ સાબિત કરવા માટે કોર્ટમાં પણ જઈશું. આ ઉપરાંત હિન્દુ સંગઠને મસ્જિદમાં સર્વે કરાવાની પણ માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hindu Temple Worship mosque of mangalore vhp and bajrang dal કર્ણાટક મસ્જિદ હિન્દુ મંદિર karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ