બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Veteran leaders in Maldives leak video of men having intimate moments with men

વિવાદ / માલદીવમાં દિગ્ગજ નેતાઓ પુરુષો સાથે અંતરંગ પળો માણતા વીડિયો લીક થતા હડકંપ, પોલીસ થઈ દોડતી

ParthB

Last Updated: 12:54 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવમાં ન્યૂડ વીડિયો અને ફોટો લીક થવાથી ઘણા વિવાદો ઉભા થયા છે. આ વીડિયોમાં સ્થાનિક લોરો ઉપરાંત ઘણાં મોટા નેતાઓ અંતરંગ પળો માણતા બતાવવામાં આવ્યા છે.

  • માલદીવમાં ન્યૂડ વીડિયો અને ફોટો લીક થતાં વિવાદ
  • ઘણા મહિનાઓથી સમલૈંગિકોના વીડિયો અને ફોટા લીક
  • માલદીવમાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે 

સમલૈંગિકતાને ગુનો ગણતા ઈસ્લામિક દેશ માલદીવમાં લીક થયેલા શ્રેણીબદ્ઘ ન્યૂડ ફોટા અને વીડિયોએ હંગામો મચાવ્યો છે. ફોટા અને વીડિયોમાં ઘણા સાંસદો અને તેમના સંબંધીઓના ગે સંબંધોને ઉજાગર કર્યા છે.વીડિયો અને ફોટામાં સ્થાનિક લોકો ગે સેક્સમાં વ્યસ્ત જોવા મળે છે. માલદીવ પોલીસ હવે કહે છે. ફોટા અને વીડિયો લીક કરનાર શંકાસ્પદ ઓળખ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ન્યૂડ વીડિયો લીક થવા પાછળના શકમંદોની ઓળખ કરી લીધી હોવાનો દાવો માલદીવના પોલીસે કર્યો છે. રિયાઝે કહ્યું કે, આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ શકમંદો સાથે સંબંધિત વધુ વિગતો બહાર આવશે. 

વીડિયોમાં ગે તરીકે જોવા મળતા લોકોને બ્લેકમેઈલ કરવાના અહેવાલો પણ નોંધાયા

પોલીસે મીડિયાને કહ્યું અમને આ કેસ સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદો વિશે માહિતી મળી છે. હાલમાં અમે વધુ માહિતી માટે શકમંદોની તપાસ કરી રહ્યાં છીએ આ દરમિયાન વીડિયોમાં ગે તરીકે જોવા મળતા લોકોને બ્લેકમેઈલ કરવાના અહેવાલો પણ નોંધાયા છે. માલદીવ પોલીસનું કહેવું છે કે તેમને માર્ચ મહિના સુધીમાં જ આ પ્રકારના બ્લેકમેઈલિંગના અહેવાલો પણ નોંધાયા છે. હાલ આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે, વીડિયોમાં ગે સેક્સ વ્યક્તિઓ વિરૂદ્ધ પણ તપાસ કરવામાં આવી રહી છે. સમલૈંગિકતા એક ગુનો છે. અે તેમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે. 

માલદીવમાં સમલૈંગિકતા એક ગુનો છે 

માલદીવ ઈસ્લામિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. આ અંતર્ગત સમલૈંગિકતાને અપરાધી ગણાવવામાં આવી  છે. જો આ ગુનામાં દોષી સાબિત થાય તો સજાની જોગવાઈ છે. માર્ચમાં જ્યારે આવા વીડિયો સામે આવવા લાગ્યા તો અધિકારીઓએ તેની સાથે જોડાયેલા બ્લેકમેઈલિંગ અને સમલૈંગિક અપરાધોની તપાસ શરૂ કરી દીધી છે.  

સાસંદો અને નેતાઓના સંબંધીઓના ગે સંબંધો સામે આવ્યા છે.  

લીક થયેલા વીડિયોને લઈને પણ હંગામો થઈ રહ્યો છે. કારણે કે વીડિયો માલદીવના મોટા નેતાઓન અને તેમના સંબંધીઓના ગે સંબંધોનો ખુલાસો થયો છે. લીક થયેલા વીડિયોમાં માલદીવની સાસંદ સ્પીકર મોહમ્મદ નશીદના ભાઈ વકીલ નઝીમ સત્તાર એક પર પરપ્રાંતિય સાથે સમલૈંગિક સંબંધ બાંધતો બતાવવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maldives intimate moments leak video veteran leaders દિગ્ગજ નેતા માલદિવ્સ વીડિયો લીક Controvercy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ