ઇટલીની ટુ-વ્હીલર બનાવતી કંપની પિયાઝોએ પોતાની પ્રખ્યાત બ્રાન્ડ વેસ્પાની નવી રેન્જ લૉન્ચ કરવાની ઘોષણા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર વેસ્પાની પ્રિમિયમ રેન્જ VXL અને SXL નામના બે સ્કૂટર લૉન્ચ કરશે. જેને ખરીદવા માટે માત્ર 1000 રૂપિયાથી તમે બૂકિંગ કરી શકશો. જો તમે ખરીદવા માંગતા હોવ તો કંપનીની વેબસાઇટ ઉપરથી બૂક કરી શકો છો.
જુલાઇમાં થશે વેસ્પા લોન્ચ
1000 રૂપિયાથી બૂકિંગ શરૂ
વેબસાઇટથી ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ
જો તમે બંનેમાંથી કોઇ પણ સ્કૂટર તેની ઓફિશીયલ વૅબસાઇટ પરથી ખરીદશો તો તમને 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. કંપનીએ હાલમાં જ ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે જેના પર ગ્રાહક કોન્ટેક્ટલેસ બૂકિંગ અને ડિલીવરીનો ફાયદો ઉઠાવી શકશે.
આ વિષય પર વાત કરતા પિયાઝો ઇન્ડિયાના અધ્યક્ષ ડિયાગો ગ્રેફીએ કહ્યું કે, ગ્રાહકોની મોબિલીટી એક્સપિરીયન્સને વધુ શાનદાર બનાવવા માટે વેસ્પા VXL અને SXLને જુલાઇમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે આ બ્રાન્ડના સ્કૂટર ખૂબ મોંઘા હોય છે માટે અમુક વર્ગ જ આ સ્કૂટરને ખરીદે છે.
અપકમિંગ સ્કૂટર્સ VXL અને SXL વિશે વાત કરવામાં આવે તો તેમાં બીએસ -6 એન્જીન 125 અને 150 સીસી એન્જિન ક્ષમતાનું આપવામાં આવશે. સાથે રેટ્રો સ્ટાઇલ, સ્ટીલ બોડી, 5-સ્પોક એલોય વ્હીલ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, બૂટ લાઇટ અને એડજસ્ટેબલ રીઅર સસ્પેન્શન જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ સ્કૂટરની કિંમત જાહેર કરી નથી, પરંતુ ઓટો નિષ્ણાતનું માનવું છે કે તેમની કિંમત આશરે 1,00,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.