કોરોના સંકટ / સરકારે કોરોના મુદ્દે બનાવ્યો નવો એક્શન પ્લાન, હવે આ લક્ષણો હશે તો પણ થશે ટેસ્ટ

Very Soon Loss Of Smell, Taste May Be Added To Covid-19 Test Criteria

કોરોના ટેસ્ટ મામલે સરકારે નવો એક્શન પ્લાન ઘડ્યો છે. હવે જો વ્યક્તિમાં સુંઘવાની ક્ષમતા ઘટશે તો પણ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્વાદ ન પારખી શકવાનું લક્ષણ હશે તો પણ ટેસ્ટ કરાવાશે. ICMRની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જાન્યુઆરીમાં ટેસ્ટિંગનું પ્રથમ રૂપ નક્કી થયું હતું ત્યારે તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થાય તો ટેસ્ટ થતા હતા. હવે અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે 13 લક્ષણને સામેલ કરાયા છે. હવે પછી સૂંઘવા અને સ્વાદ લેવામાં તકલીફ પડે તો પણ ટેસ્ટ કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ