આ મંદિરમાં દિવસે રહે છે ભીડ, સાંજ થતાં જ ડરથી ભાગવા લાગે છે લોકો

By : krupamehta 12:12 PM, 07 December 2018 | Updated : 12:12 PM, 07 December 2018
ભારત તમામ ધર્મોનો દેશ છે. અહીંયા કોઇ પણ વ્યક્તિ પોતાની મરજીથી કોઇ પણ ધર્મ અપનાવી શકે છે. ભારતમાં મંદિરોની જો વાત કરીએ તો અહીંયા ખૂબ મંદિરો આવેલા છે અને દરેક મંદિરની એક અલગ માન્યતા છે. 

આવું જ એક મંદિર રાજસ્થાનમાં સ્થિત છે. આ મંદિર માટે કહેવાય છે કે અહીંયા દિવસે લોકોની ભીડ જોવા મળે છે રાતે એકદમ શાંતિ રહે છે. આ મંદિરને લઇને લોકો કહે છે કે એની પાછળ ખૂબ મોટું રહસ્ય છે. ઇતિહાસકાર જણાવે છે આ મંદિર 900 વર્ષ જૂનું છે. 

આ મંદિરનું નિર્માણ 11મી શતાબ્દીમાં થયું હતું. આ મંદિરથી એક જૂની કથા જોડાયેલી છે. જે અનુસાર રાજસ્થાનના કિરાડૂ ગામમાં એક સાધુ રહેતા હતા. 

એક સમયે તેઓ કંઇક કામથી બહાર ગયા તો એ સાધુના તમામા શિષ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઇ ગયું. એ સમયે એમના શિષ્યની દેખભાળ કોઇએ ના કરી. કિરાડૂમાં એક કુમ્હારિન રહેતી હતી. એ કુમ્હારિને એ બીમાર શિષ્યોની દેખભાળ કરી. 

જ્યારે સાધુ પાછા આવ્યા તો એમને આ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં સાધુએ કહ્યું કે જે સ્થાન પર દયા ભાવ જ નથી ત્યાં માનવજાતિએ પણ ના હોવું જોઇએ. 

ગુસ્સામાં સાધુએ ત્યાના તમામ નગરવાસિઓને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. સાથે જ સાધુના શિષ્યોની સેવા કરનારી કુમ્હારિનને એમને કહ્યું કે સાંજ થતા પહેલા એ ત્યાંથી ચાલી જાય અને પાછળ ફરીની જોવે નહીં. 

પરંતુ કુમ્હારિને સાધુની વાત માની નહીં અને પાછળ ફરીને જોયું તો એ પણ પથ્થર બની ગઇ. 

આ કથા બાદથી એ માન્યતા પડી ગઇ કે જો શહેરમાં સાંજ પડ્યા બાદ કોઇ રહે છે તો એ પથ્થર બની જાય છે. આ કારણથી લોકો આજે પણ ત્યાં સૂરજ આથમતાં જ મંદિરથી પાછા બહાર તરફ ચાલ્યા જાય છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story