બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં સાત દિવસ ભૂક્કા કાઢશે વરસાદ..! આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ, જાણો આગાહી
Last Updated: 05:08 PM, 3 August 2024
વરસાદને લઈ હવામાન વિભાગ ફરી એકવાર આગાહી કરી છે. આગામી સાત દિવસ ફરી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સાથો સાથ કેટલાક વિસ્તારોમાં એલર્ટ અપાયું છે.
ADVERTISEMENT
બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
ADVERTISEMENT
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ જેને લઈ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો: હોટેલમાં દરોડા દરમિયાન રશિયન યુવતીની CID ક્રાઇમ સાથે બબાલ, પોલીસ સાથે કરી મારામારી
રાજસ્થાનમાં લો પ્રેશર બનતા વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરાઈ છે. 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.