બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:44 AM, 4 May 2022
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા શુક્ર ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનો આ ગોચર અમુક રાશિના જાતકો માટે અત્યંત શુભ છે. 23 મે સુધી શુક્ર મીન રાશિમાં રહેશે અને આ દરમ્યાન ત્રણ રાશિના જાતકો પર મહેરબાન થશે. આ જાતકોને ઘણો નાણા લાભ થશે અને સારી સુવિધાઓ મળશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. જો કે, આ રાશિના જાતકોને મીન રાશિનો શુક્ર વધુ ફાયદો આપશે. આ જાતકોના આવક વધારવાના પ્રબળ યોગ છે. આ સાથે અન્ય રીતે પણ નાણા લાભ થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. નવી નોકરી મળી શકે છે. વેપારીઓને પણ લાભ થશે. તેનો વ્યાપાર વધશે. મોટી ડીલ થઇ શકે છે. ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેનુ કામ વિદેશ સાથે જોડાયેલુ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને શુક્રનો ગોચર કારકિર્દી અને વ્યાપારમાં ત્રણ ગણો લાભ આપશે. નવી નોકરી મળી શકે છે. ઈન્ક્રીમેન્ટ-પ્રમોશન મળી શકે છે. જેનાથી આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. તમારું કામકાજ સારી રીતે થવાથી તમારા વખાણ થશે. કુલ મળીને આ સમયે ખૂબ ફાયદો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના કામ સરળતાથી બનશે. નસીબનો ભરપૂર સાથ મળશે. જેનાથી જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થશે. લાંબા સમય બાદ જીવનમાં આનંદ વધશે. યાત્રામાં લાભ થશે. સંબંધો વધુ સારા બનશે. પ્રોપર્ટી ખરીદવા-વેચવા માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે આર્થિક લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.