બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 03:32 PM, 18 July 2024
1/6
દૈત્યોના ગુરૂ શુક્રને સુખ-સમૃદ્ધિ, ધન-સંપદા, પ્રેમ, આકર્ષણના કારક માનવામાં આવે છે. એવામાં શુક્રની રાશિ પરિવર્તન કરવા પર 12 રાશિઓની સાથે સાથે દેશ દુનિયા પર ખૂબ જ અસર પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર લગભગ 26 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે.
2/6
આ સમયે શુક્ર કર્ક રાશિમાં છે. જ્યાં બુધની સાથે લક્ષ્મી નારાયણ યોગ અને સૂર્યની સાથે શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. તેની સાથે જ જુલાઈના અંતમાં સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરવાનો છે. સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરવાથી દરેક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મર કે પછી નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જાણો શુક્રના સિંહ રાશિમાં જવાથી કઈ રાશિઓને સૌથી વધારે લાભ થશે.
3/6
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ 31 જુલાઈ 2024એ બપોરે 2.15 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું સિંહ રાશિમાં જવું ખૂબ જ લાભકારી સાબિત થશે. જ્યાં સૂર્ય નવગ્રહોના રાજા, માન-સન્માન, પદ અને નેતૃત્વના કારક માનવામાં આવે છે. તો ત્યાં જ શુક્ર કોર ધન, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, વૈભવ વગેરેના કારક માનવામાં આવે છે.
4/6
આ રાશિમાં શુક્ર ચતુર્થ એકાદશ ભાવના સ્વામી છે અને તે સિંહ રાશિમાં પ્રવેશ કરીને બીજા ભાવમાં બિરાજમાન રહેશે. એવામાં આ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર અનુકૂળ સાહિત થશે. આ રાશિના જાતકોને અપાર ધન-સંપદાની પ્રાપ્તિ થશે. તેની સાથે જ સારી કમાણીના યોગ બની રહ્યા છે. કરિયરના ક્ષેત્રની વાત કરો, તો તમને દરેક કામમાં સફળતા મળશે. તેની સાથે જ પદોન્નતિ મળવાના સંપૂર્ણ યોગ છે. તેની સાથે જ ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહનથી તમને ઘણા લાભ મળી શકે છે. વેપારમાં તમારૂ ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
5/6
આ રાશિના લગ્ન ભાવમાં શુક્રનું ગોચર થઈ રહ્યું છે. આ રાશિના દસમા અને ત્રીજા ભાવમાં સ્વામી શુક્ર છે. એવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ગુરૂ, પિતાના સહયોગથી પોતાના લક્ષ્યને મેળવવામાં સફળતા મળશે. તમારા કામની સરાહના કરવામાં આવશે. તેની સાથે જ જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. વેપારમાં પણ ખૂબ લાભ થશે. તમે પોતાના પ્રતિસ્પર્ધિઓને ખૂબ ટક્કર આપતા જોવા મળશો. તેની સાથે જ આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન લાભ થઈ શકે છે. કમાણીના નવા સ્ત્રોત ખુલશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.
6/6
આ રાશિમાં કુંભ ચતુર્થ અને નવમ ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં પ્રવેશ કરીને સપ્તમ ભાવમાં રહેશે. એવામાં આ રાશિના જાતકોને લવ લાઈફમાં થોડુ ધ્યાન રાખવું પડશે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો વિદેશમાં નોકરી કરવાનું સપનું પુરૂ થશે. તેની સાથે જ ઉચ્ચ શિક્ષા મેળવવા માટે વિદેશ જવાની તક મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ