બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:07 AM, 21 July 2024
Vegetables Price : વરસાદની સિઝન વચ્ચે હવે શાકભાજીના ભાવ પણ સતત વધી રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં હાલમાં ટામેટા પોતાનો રંગ દેખાડી રહ્યા છે. આ ઉપરાંત શાકભાજી પણ મોંઘા થયા છે. આ બધાનું કારણ દેશના જુદા જુદા ભાગોમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ છે જે રસોડામાં અસર કરી રહી છે. શાકભાજીના સપ્લાયને અસર થવાને કારણે શનિવારે દિલ્હીના છૂટક બજારોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. મધર ડેરીના રિટેલ આઉટલેટ સફલ પર ટામેટાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સાથે આપણે ત્યાં અમદાવાદ સહિતના શહેરોમાં પણ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર, શનિવારે (20 જુલાઈ) દિલ્હીમાં ટામેટાંની છૂટક કિંમત 93 રૂપિયા પ્રતિ કિલો હતી. સરકારી ડેટા અનુસાર 20 જુલાઈના રોજ ટામેટાની અખિલ ભારતીય સરેરાશ કિંમત 73.76 રૂપિયા પ્રતિ કિલો હતી. ભારે ગરમી અને વરસાદને કારણે પુરવઠાના અભાવે ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો થયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : હિમાચલમાં વાદળ ફાટતાં હાહાકાર, 40થી વધુ લોકોના મોત, ગુજરાતમાં પણ ભારે તબાહી
અન્ય શાકભાજી પણ મોંઘા
દિલ્હી અને અન્ય કેટલાક શહેરોમાં ટામેટાં, બટાકા અને ડુંગળીના ભાવ ખૂબ ઊંચા છે. ભારે ગરમી અને વરસાદે પુરવઠો ખોરવ્યો હતો જેના કારણે ભાવમાં વધારો થયો હતો. શનિવારે પશ્ચિમ દિલ્હીમાં મધર ડેરી સ્ટોર પર ડુંગળી 46.90 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 41.90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. સરકારી આંકડા મુજબ દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળી 44.16 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 37.22 રૂપિયા પ્રતિ કિલો છે. માત્ર ટામેટાં, બટાકા અને ડુંગળી જ નહીં અન્ય લીલા શાકભાજીના ભાવ પણ ઊંચા સ્તરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.