વાયુ / વાવાઝોડુ ગુજરાતથી 350 કીમી દૂર, પોરબંદર, ગીર-સોમનાથમાં અસર શરૂ

 vayu cyclone Gujarat alert live update

વાયુ વાવાઝોડુ ગુજરાતથી 350 કીમી દૂર છે. ત્યારે જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ પોરબંદર, ગીરસોમનાથમાં અસર શરૂ થઇ ગઇ છે. પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે ગીરસોમનાથ અને દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે માડી રાત્રે અથવા કાલે વહેલી સવારે વાયુ વાવાઝોડું ત્રાટકી શકે છે. જેમાં સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, કચ્છને થઇ શકે છે. જેને લઇ આર્મીની 34, NDRFની 15 અને SDRFની 11 ટીમો ખડે પગે છે અને હાલ પ્રભાવિત થાય તેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના કાંઠા અને નીચાણવાળા 75 ગામમાંથી 35 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઉના પટ્ટીના ગામમાં પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ