બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતની વધુ એક સિદ્ધિ, આ ગામની પંચાયત બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ

પંચમહાલ / ગુજરાતની વધુ એક સિદ્ધિ, આ ગામની પંચાયત બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ

Last Updated: 03:09 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની 45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ ₹46 કરોડની રકમ એનાયત કરવામાં આવી હતી. ગુજરાત સહિત 27 રાજ્યોને દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડની શ્રેણીમાં સંયુક્ત રીતે ₹20.25 કરોડ પ્રાપ્ત થયા. 45 એવોર્ડ વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુશાસનમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો એવા સમયે થયો છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતને મળેલા આ રાષ્ટ્રીય સન્માનને કારણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતના સુશાસન અને વિકાસમાં નવો સીમાચિહ્ન સ્થાપિત થયો છે.

વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો

દેશમાં વિકાસના મોડલ તરીકે પ્રખ્યાત ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ અને શહેરોની આધુનિક સુવિધાઓ માટે ઓળખાય છે. પરંતુ, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે કે રાજ્ય સરકાર શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને પંચાયત સ્તરે તમામ સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થા સુધારવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ એવોર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.

ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનરે આ વિશેષ સિદ્ધિ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ગ્રામીણ વિકાસ અને ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોમાં વહીવટી પ્રક્રિયાઓમાં ઈ-ગવર્નન્સનું અનુપાલન વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન આપવા જેવી બાબતોને પ્રાથમિકતા આપી રહી છે. આ માટે રાજ્ય સરકાર, ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં નાગરિક કેન્દ્રિત સેવાઓ પર વધુ ધ્યાન આપી રહી છે, જેના પરિણામે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયત આજે દેશની સૌથી “સુશાસન યુક્ત ગ્રામ પંચાયત” બની ગઈ છે. ગુજરાતને મળેલું આ સન્માન આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.”

45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા ₹46 કરોડની રકમ એનાયત

રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં 45 એવોર્ડ વિજેતા પંચાયતોને કુલ ₹46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી, જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP)ના 27 વિજેતાઓ માટે સૌથી વધુ ₹20.25 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

9 થીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ગ્રામ પંચાયતોને સન્માન પ્રાપ્ત થયું

પંચાયતોને 9 વિષયક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા હતા. તેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ તેમજ હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ યુક્ત પંચાયત, સામાજિક રીતે ન્યાય સંગત અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત, આ 9 વિષયનો સમાવેશ થાય છે.

વધુ વાંચોઃ દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિવિભાગનો મોટો નિર્ણય, આ સુવિધા માટે 10 કરોડની કરી ફાળવણી

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા શું છે?

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા બહુ-સ્તરીય સંરચનામાં આયોજિત કરવામાં આવે છે, જેમાં પંચાયતોનું મૂલ્યાંકન બ્લોક, જિલ્લા, રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પાયાના સ્તરે ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો માત્ર શ્રેષ્ઠ પ્રણાલીને જ પ્રોત્સાહિત નથી કરતા, પરંતુ પંચાયતોમાં પ્રતિસ્પર્ધાની ભાવના લાવીને ગ્રામીણ સમુદાયોને ગુણવત્તાયુક્ત શાસન અને સેવાઓ પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા પણ આપે છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 45 વિજેતા પંચાયતોમાંથી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal News CM Bhupendra Patel Panchmahal District
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ