બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ બેઠક પર રહેશે કોંગ્રેસને દબદબો કે ભાજપ પાડશે ગાબડું, બંને પક્ષના નેતાઓના જીતના દાવા
Last Updated: 09:06 PM, 15 October 2024
કેન્દ્રીય ચૂંટણીપંચે આજે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણીપંચે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી છે, ત્યારે વાવમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાર્યકર્તાઓએ જીત માટેનો દાવો અત્યારથી શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
સાંસદ ગેનીબેન ઠાકોરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
ADVERTISEMENT
13 નવેમ્બરે થનારી ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, વર્ષ 2017 અને વર્ષ 2022માં જે રીતે જતનાએ વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસને આપી હતી. તેવી જ રીતે પેટા-ચૂંટણીમાં પણ આ બેઠક કોંગ્રેસના હાથમાં આવશે,
સ્વરૂપજી ઠાકોરએ શું કહ્યું ?
વર્ષ 2022માં ગેનીબેનની સામે ચૂંટણી લડનારા સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે, ભાજપ જેને પણ મેન્ડેડ આપશે. તેને વાવની જનતા વિજયી બનાવશે. વધુમાં કહ્યું કે, લોકોસભા ચૂંટણીમાં પણ વાવ બેઠક પરથી ભાજપને લીડ અપાવી છે.
વાવ બેઠક પર 3,10,681 મતદારો છે
વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.15 ઑક્ટોબર, 2024 સુધીમાં 1,61,293 પુરૂષ, 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
વાવ બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.
આ બેઠક કેમ ખાલી પડેલી હતી ?
બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે કે, વાવ વિધાનસભા બેઠક. આ બેઠક કોંગ્રસનો ગઢ ગણાય છે.જ્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને હાર આપી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત દર્જ કરાવી હતી. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેનને રાજકીય મેદાને ઉતાર્યા હતા અને જેમાં તેમણે જીત મેળવતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી
આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર, કોંગ્રેસ કોને સોંપશે ગેનીબેનનો 'ગઢ', આ ત્રણ નામોની ચર્ચા
વાવ બેઠક પર ક્યારે છે ચૂંટણી?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.