બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 'ભાજપ જીતશે એવું વિચારતું હોય તો...', વાવ બેઠકને લઇ કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન
Last Updated: 08:47 AM, 4 November 2024
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ દ્વારા પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા બાદ બંને પક્ષોનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. કોંગ્રેસનાં ઉમેદવારે ગુલાબસિંહ રાજપૂતે ચૂંટણીસભામાં નિવેદન આપતા કહ્યું હતું કે, વાવની ચૂંટણી હાલની તારીખમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. વાવમાં ક્યાંય ભાજપ હરિફાઈમાં જ નથી. ભાજપ જીતશે એવું વિચારતા હોય તો મહેરબાની કરીને ન વિચારે. તમારો કિંમતી વોટ વેડફાઈ ન જાય તે ખાસ જોજો. મને મળવા માટે તમારે કોઈ વચેટિયો નહી રાખવો પડે.
ADVERTISEMENT
વાવની પેટાચૂંટણીમાં 10 ઉમેદવાર
ADVERTISEMENT
ક્યારે યોજાશે ચૂંટણી
૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ ૨૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.૨૮ ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ ૧૦ ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે.
કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
વધુ વાંચોઃ માનસિક અસ્થિર યુવક સજાનો ભોગ બન્યો, લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો
કેટલા મતદારો
ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.