બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Assembly Election 2024 / વાવ પેટા ચૂંટણી: સ્વરૂપજી ઠાકોરે ગૌ પૂજન કર્યું તો ગુલાબસિંહે ભગવાન ધરણીધરના કર્યા દર્શન, બંનેએ કરી અપીલ
Last Updated: 08:29 AM, 13 November 2024
ગુજરાતમાં આજે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની ગરમાગરમી બાદ વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાતથી વાવ બેઠકનો પ્રચાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો. પૂર્વ ધારાસભ્ય ગેનીબેનના સાંસદ તરીકે ચૂંટાયા બાદ વાવ બેઠક ખાલી થઈ ગઈ હતી. ત્યારે વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને છે.
ADVERTISEMENT
ત્યારે આજે વાવથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાનના દર્શન કર્યા. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ તેમણે વાવ બેઠક પર ત્રિપાંખીયા જંગથી કોઈ ફરક ન પડવાનો વ્યક્ત કર્યો. ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોઈ હરિફાઈ નથી. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે હાલ તો મને નથી લાગતું કે આ ચૂંટણીમાં અમારી કોઈની જોડે હરિફાઈ હોય.
ADVERTISEMENT
વાવ વિધાનસભા પેટા ચુંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મા-બાપના આશીર્વાદ લીધા. સ્વરૂપજી ઠાકોરે ગૌમાતાની પણ પૂજા કરી. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે, વાવ બેઠકના તમામ સમાજના લોકો તેમની સાથે છે. ભાજપ શાસિત રાજ્યમાં વાવ બેઠક પર ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાથી પંથકમાં વિકાસ કામો ન થયા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જંગી લીડથી જીતશે તેવો સ્વરૂપજી ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો.
વાવ બેઠકની ચૂંટણીનો જંગ
આજે વાવ વિધાનસભાના 3 લાખ 10 હજાર 681 મતદારો પોતાનો ઉમેદવાર ચૂંટવા મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારથી વાવના તમામ મતદાન કેન્દ્રોમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભાભર તાલુકાના બિયોક ગામે મતદાન કરવાના છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ અને કોંગ્રેસ ઉમેદાવર ગુલાબસિંહ રાજપૂત મતદાન નહીં કરી શકે. કારણ કે બંને ઉમેદવારોનું મતદાન ક્ષેત્ર વાવ નહીં પણ થરાદ છે.
કોણ છે ગુલાબસિંહ રાજપૂત?
ગુલાબસિંહ રાજપૂતને વારસામાં રાજકારણ મળ્યું છે. ગુલાબસિંહના દાદા હેમાભાઈ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહીં ચૂક્યા છે. ગુબસિંહને કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સંબંધ છે. 2019માં પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. તો કોંગ્રેસ અને NSUIમાં પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે. ગેનીબેનને ચૂંટણીમાં જીતાડવામાં ગુલાબસિંહનો મોટો ફાળો રહ્યો છે. નતાની વચ્ચે સતત સક્રિય છે
આ પણ વાંચો: વાવ પેટા ચૂંટણીનું મતદાન શરૂ, ગુલાબસિંહ અને માવજી પટેલ નહીં આપી શકે વોટ
કોણ છે સ્વરૂપજી ઠાકોર?
સ્વરૂપજી ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણીમાં લડ્યા હતા. ગેનીબેન ઠાકોર સામે 15,601 મતથી હાર થઈ હતી. 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2012માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા હતાં. 2012-2014 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી તો 2014થી અત્યાર સુધી ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.