બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જાણે હડકાયા કૂતરાં કરડવા ના નીકળ્યાં હોય એ રીતે...', શક્તિસિંહ ગોહિલે એવું શું નિવેદન આપ્યું કે અલ્પેશ ઠાકોરે કર્યા પ્રહાર
Last Updated: 03:05 PM, 9 November 2024
તાજેતરમાં શક્તિસિંહ ગોહિલે સભામાં નિવેદન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ભાજપે ટપુડા ઉતારી દીધા છે. શેરી મહોલ્લામાં કૂતરીના નાના નાના ગલુડિયા રમતા હોય, અને શેરીમાં એક ટપુડો આવે તો એકબીજાને લડાવે છે. આ નિવેદન સામે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસવાળા ગલીના ટપોરી જેવી ભાષા વાપરે છે
જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે કોંગ્રેસવાળા ગલીના ટપોરી જેવી ભાષા વાપરે છે હલકી કક્ષાની ભાષા વાપરે છે. કોંગ્રેસના નેતા હડકાયા કૂતરા કરડવા નીકળતા હોય તેવી વાતો કરે છે. કોંગ્રેસના નેતા અને કોંગ્રેસની મતી ભ્રસ્ટ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ પ્રકારની ભાષાઓથી દૂર રહેવું જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 12મીએથી લીલી પરિક્રમા, શ્રદ્ધાળુઓની સગવડ માટે કલેક્ટર એક્ટિવ, આપ્યાં મોટા આદેશ
શક્તિસિંહના નિવેદન પ્રાઈમ ટાઈમ મુદ્દે અલ્પેશ ઠાકોરે કહ્યું શક્તિસિંહ જેવા નેતાને આ ભાષા શોભતી નથી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીને લઇ અલ્પેશ ઠાકોરે પણ ઠાકોર સમાજને સૂત્ર આપ્યું હતુ કે બટેગે તો પતેગે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.