બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 AM, 21 June 2024
સનાતન ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રતનું પરણિત મહિલાઓ વચ્ચે ખાસ મહત્વ છે. આ વખતે આ ઉપવાસ 6 જૂનને રાખવામાં આવશે. એવું કહેવાય છે કે આ વ્રતને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ પતિની લાંબી ઉંમર થાય છે. ત્યાં જ જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને લઈને ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ તિથિ પર વડના વૃક્ષની પૂજા પણ જરૂર કરવી જોઈએ.
ADVERTISEMENT
વડના વૃક્ષ પર ચડાવો આ વસ્તુઓ
ADVERTISEMENT
વટ સાવિત્રી વ્રતના દિવસે વડના વૃક્ષ પર ગાયનું શુદ્ધ દૂધ જળમાં મિક્સ કરીને ચડાવો. આમ કરવાથી બધી ઈચ્છાઓ પુરી થાય છે. એવું કહેવાય છે કે વડના ઝાડમાં ભગવાન વિષ્ણુ, શિવજી અને
બ્રહ્મ દેવનો વાસ હોય છે. એવામાં જો વૃક્ષની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે તો જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. કારણ કે આ વૃક્ષ સાક્ષાત ઈશ્વરનું પ્રતીક માનવામાં આવે છે.
ADVERTISEMENT
સાથે જ તેનાથી સકારાત્મક શક્તિઓનો સંચાર થાય છે. એવામાં પ્રયત્ન કરો જો તમે વ્રત ન પણ કરી રહ્યા હોવ તો તમારે વડના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો: 'તારક મહેતા કા...' સિરિયલમાંથી હવે આ જૂના એક્ટરે શો છોડ્યો! ફેન્સને લાગ્યો આંચકો
વટ સાવિત્રી વ્રત 2024 શુભ મુહૂર્ત
ADVERTISEMENT
જેઠ મહિનાની અમાસ 5 જૂન 2024એ સાંજ 6.24 વાગ્યે શરૂ થશે. ત્યાં જ આ વ્રતનું સમાપન બીજા દિવસે 6 જૂન બપોરે 4.37 મિનિટ પર થશે. ઉદયાતિથિ અનુસાર વટ સાવિત્રીનું વ્રત 6 જૂને રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.