રાજસ્થાનમાં વસુંધરા રાજે ફરીથી CM ઉમેદવાર, અમિત શાહે કરી જાહેરાત

By : hiren joshi 09:34 AM, 22 July 2018 | Updated : 09:43 AM, 22 July 2018
જયપુરઃ રાજસ્થાનમાં CM ઉમેદવાર પર ચાલી રહેલી આતૂરતાનો આખરે અંત આવી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે CM ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. અમિત શાહે કહ્યું કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે જ પાર્ટીનું નેતૃત્વ કરશે. રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી વિધાનસભા ચૂંટણી ભાજપે વસુંધરા રાજેના ચહેરા પર જ લડી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસીય સંગઠનાત્મક પ્રવાસ પર જયપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપની કાર્યસમિતિની બેઠકને પણ સંબોધિત કરી.

શાહે નક્કી કરી દીધું કે વસુંધરા રાજે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. 2003, 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ વસુંધરા રાજે પર વિશ્વાસ રાખ્યો હતો.

કોણ છે વસુંધરા રાજે ? 
વસુંધરા રાજેનો જન્મ 8 માર્ચ, 1953માં મુંબઈમાં થયો હતો. વસુંધરા રાજે ગ્વાલિયરના રાજપરિવારના દીકરી છે. તેમના લગ્ન ધોલપુરના જાટ રાજપરિવારમાં થયા હતા. 1984માં ભારતીય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. 1984માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ થયા હતા. 1985-87માં રાજે ભાજપ યુવા મોરચા રાજસ્થાનના ઉપાધ્યક્ષ રહ્યા. 1987માં વસુંધરા રાજે રાજસ્થાન પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા. 1998-99માં અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. વાજપેયી સરકારમાં રાજેને વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1999માં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર સોંપાયો. 2003માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. વસુંધરા રાજે પ્રથમ વખત રાજસ્થાનના CM બન્યા. 2013માં અશોક ગહેલોત સામે વસુંધરા રાજે હાર્યા હતા.Recent Story

Popular Story