વાર અને પ્રહારનો સિલસિલો: શરદ યાદવના નિવેદન પર વસુંધરા રાજેએ આપ્યો જવાબ

By : admin 01:02 PM, 07 December 2018 | Updated : 01:02 PM, 07 December 2018
લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વસુંધરા રાજે પર કટાક્ષ કરતા અશોભનીય ટિપ્પણી કરી.

શરદ યાદવની આ અશોભનીય ટિપ્પણી પર વસુંધરા રાજેએ જવાબ આપતા કહ્યું કે, હું ખરેખર તેમના નિવેદનથી સ્તબ્ધ છું. તેઓ એક દિગ્ગજ નેતા છે અને એવું નથી કે આજકાલના નેતા છે. તેમના અમારા પરિવાર સાથે ખૂબ જ નજીકના સંબંધ હતા.

તેઓ પોતાની વાણી પર સંયમ ના રાખી શક્યા એનાથી ખરાબ વાત બીજી કઈ હોઈ શકે. કારણકે આવા વિવાદિત નિવેદનની અસર આપણા યુવાનો પર થાય છે. કારણકે યુવાનો પણ એવું વિચારશે કે જો વડીલો જ આવા શબ્દો પ્રયોગ કરશે તો અમે કેમ ના કરીએ.

જેથી યુવાનો પર તેની અવળી અસર થશે. જેથી પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ કારણકે આવી ભાષા તો કોઈ પણ વાપરી શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે મુખ્યમંત્રી વસુંધરા રાજેના શરીર પર અશોભનીય ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તે ખૂબ જાડી થઈ ગઈ છે. હવે તેને આરામ આપો.Recent Story

Popular Story