vastu tips put turmeric in your locker maa lakshmi bless you
વાસ્તુશાસ્ત્ર /
ઘરની તિજોરીમાં રાખો રસોડાની આ વસ્તુ, માં લક્ષ્મી થશે પ્રસન્ન, અપાર સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે
Team VTV04:57 PM, 06 Aug 22
| Updated: 04:58 PM, 06 Aug 22
વાસ્તુશાસ્ત્રમાં માતા લક્ષ્મીને રીઝવવાના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે ત્યારે ગહના લોકોને ઘરમાં તિજોરી હોય છે, આ તિજોરીમાં ઘણી વસ્તુઓ મુકવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ઘરની તિજોરીમાં રાખો હળદરનો ટુકડો
કુબેર યંત્ર કે શ્રીયંત્રને તિજોરીમાં રાખવું
ઘરની બહાર પક્ષીમાટે માટીનું કુંડ રાખવું
આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું જીવન એકદમ સરળ ચાલે, આપણું ઘર ધન ધાન્યથી ભરેલું હોય અને તિજોરી ધન-ઝવેરાતથી ભરેલી હોય. પરંતુ ઘણી વખત ખુબ મહેનત પછી પણ આપણે આર્થિક રીતે પરેશાન રહેતા હોઈએ છીએ. માટે વાસ્તુશાસ્ત્રમાં આજે જાણીએ કે ઘરની તિજોરી કે કબાટમાં શું રાખવું જોઈએ જેથી માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે.
તિજોરીમાં હળદરનો એક કટકો રાખો
ઘર-પરિવાર પર લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે ઘરના કબાટ કે તિજોરીમાં હળદરનો એક ટુકડો રાખવો, જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. સાથે જ કુબેર યંત્ર કે શ્રીયંત્રને તિજોરીમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે.
આ ઉપાય પણ મદદ કરશે
આ સાથે જ તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ. તેને ઘરમાં ધુમાડો કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ઘરના સભ્યોની આવકના સ્ત્રોત હંમેશા વધતા રહે છે, આ માટે ઘરની આગળ માટીનું વાસણમાં પાણી અને ચણ નાખવી જોઈએ.