આપણા તમામ પાસે થોડુ ધન હશે જ. આપણે હંમેશા એ ઇચ્છતા રહીએ છીએ કે આપણું ધન દિવસે-દિવસે વધતું જાય. આવો જાણીએ કે આપણે ધન-સંપત્તિ, કિંમતી સામગ્રી અને આભૂષણ કઇ દિશામાં રાખવામાં આવે જેથી રાત-દિવસ વૃદ્ધિ થાય.
આપણા તમામ પાસે થોડુ ધન હશે જ. આપણે હંમેશા એ ઇચ્છતા રહીએ છીએ કે આપણું ધન દિવસે-દિવસે વધતું જાય. આવો જાણીએ કે આપણે ધન-સંપત્તિ, કિંમતી સામગ્રી અને આભૂષણ કઇ દિશામાં રાખવામાં આવે જેથી રાત-દિવસ વૃદ્ધિ થાય.
પૂર્વ દિશા : અહીં ઘરની સંપત્તિ અને તિજોરી રાખવી ઘણી શુભ માનવામાં આવે છે. તેથી સંપત્તિમાં વૃદ્ધિ થતી રહે છે.
પશ્ચિમ દિશા : અહીં ધન-સંપત્તિ અને આભૂષણ રાખવામાં આવે તો ઘરની મુખ્ય વ્યક્તિ ઘણી મુશ્કેલી બાદ ધન અર્જિત કરી શકે છે.
ઉત્તર દિશા : રોકડ અને આભૂષણ જે કબાટમાં રાખવામાં આવતા હોય, તે કબાટ ભવનની ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દીવારથી સ્પર્શીને રાખવું જોઇએ. આ પ્રકારે રાખવાથી તેમા રાખવામાં આવેલા રોકડ અને આભૂષણમાં વૃદ્ધિ થઇ રહેશે.
દક્ષિણ દિશા : આ દિશામાં ધન, સોના, ચાંદી અને આભૂષણ રાખવાથી નુકશાન નથી થતું પરંતુ વૃદ્ધિમાં વિશેષ વધારો થતો નથી.
સીડીઓની નીચે તિજોરી રાખવી શુભ નથી. સીડી અથવા ટોઇલેટ સામે પણ ક્યારેય તિજોરી રાખવી જોઇએ નહીં. તિજોરી વાલા રૂમમાં જો કરોળિયાના જાળા હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થયા છે.
ઘરની તિજોરીમાં બેઠેલા લક્ષ્મી માતાજીની તસવીર રાખવી જેમાં બે હાતી સૂંઢ ઉઠાવતા જોઇ શકાય. આ તસવીર લગાવવી ઘણી શુભ માનવામાં આવે છે. તિજોરી જે રૂમમાં હોય તેમાં ક્રીમ અથવા ઓફ વ્હાઇટ રંગ રાખવો જોઇેએ.