વાસ્તુ ટિપ્સ: ઘર બની જશે સ્વર્ગ, કરો આ ઉપાય 

By : vishal 03:46 PM, 04 December 2018 | Updated : 03:46 PM, 04 December 2018
ખુશ-ખુશાલ જીવનની દરેક માણસ આશા રાખે છે, પણ જો ઘરમાં જ અશાંતિ હોય તો તે વ્યક્તિ સાથે નજીકથી જોડાયેલા લોકો પણ પરેશાન રહે છે.

તમારે પણ ઘરમાં જો અશાંતિ રહેતી હોય તો તેનુ કારણ વાસ્તુ દોષ પણ હોઇ શકે છે. આજે અમે તમને જણાવશું વાસ્તુ દોષ દુર કરવાના કેટલાક ઉપાયો. 

પતિ-પત્ની વચ્ચે જો નાના-મોટા ઝગડાઓ થતા હોય તો પત્નીએ પોતાના બંને હાથોમાં સોનાની બે બંગડીઓ પહેરવી. સોનુ પહેરવું જો શક્ય ન હોય તો પીળા રંગની પહેરવી. આવુ કરવાથી દામ્પત્ય જીવનમાં પ્રેમ ટકી રહે છે.

આ ઉપરાંત ઘરમાં દર મહિને એક વાર સુંદર કાંડનો પાઠ કરવો જોઇએ. આ ઉપરાંત માતા સીતાજી અને ભગવાન રામની પૂજા કરવી. ઘરમાં કોઇપણ ખાવાની વસ્તુ લાવો તો સૌથી પહેલાં ભગવાનને ભોગ ચડાવો ત્યારબાદ વડિલો અને બાળકોને આપી પછી તમે ગ્રહણ કરો. જેથી ઘરમાં કંકાસ નહીં થાય અને ઘર સ્વર્ગ બની જશે. આર્થિક સ્થિતિ પણ સારી રહે છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story