બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 03:53 PM, 12 February 2024
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દિશા અને ઉઠવા બેસવાની યોગ્ય રીત વિશે જણાવવામાં આવ્યું છે. ઘરની યોગ દિશામાં ઊર્જાનો વાસ હોય છે, જેથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે તથા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં વાસ્તુદોષ લાગે તો નકારાત્મકતાનો વાસ થાય છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. જીવન આર્થિક તંગી અને બિમારીઓથી ઘેરાઈ જાય છે. ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે. જો તમે પણ તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તો ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દેવી.
ઘરની છત પર આ વસ્તુ ના રાખવી
ભંગાર
ઘરની છત પર સાફસફાઈ રાખવી જોઈએ, જ્યાં ભંગાર કે કચરો બિલ્કુલ પણ ના હોવો જોઈએ. જેના કારણે ઘરના તમામ સભ્યોએ અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.
ADVERTISEMENT
ઝાડના પાન
ઘણા લોકોના ઘરની આસપાસ અથવા છત પર ઝાડ છોડ હોય છે. જેના કારણે છત પર છોડના પાન જમા થવા લાગે છે. આ કારણોસર ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની પ્રગતિ થતી નથી. આ કારણોસર ઘરની છત સ્વચ્છ રાખવી જોઈએ.
દોરડું-
લોકો કપડા સૂકવવા માટે છત પર દોરડું બાંધે છે, અને બાકીની દોરી ત્યાં જ વીંટીને મુકી દે છે. આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ, જેટલી જરૂર હોય તેટલી દોરી બાંધવી જોઈએ, બાકીની દોરી અલગ રાખવી જોઈએ. નહીંતર વાસ્તુદોષ લાગે છે.
વાંસ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર વાંસ ના રાખવો જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસ રાખવાથી અનેક મુશ્કેલીઓ આવવા લાગે છે.
વધુ વાંચો: જો તમારી પણ છે આ રાશિ? તો ફાવી ગયા સમજો, 30 વર્ષે સર્જાતો આ સંયોગ તમારી કિસ્મત બદલી દેશે
ઘરની છત પર શું રાખવું?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. છત પર ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશામાં ગલગોટો, લિલી, તુલસી, હળદર અને પુદીનાનો છોડ લગાવવો જોઈએ. જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન છાય છે. પશ્ચિમ દિશામાં સફેદ રંગના ફૂલ છોડ લગાવવાથી બાળકો ક્રિએટીવ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT