બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for match box caution in keeping matches in the temple of the house

વાસ્તુ ટિપ્સ / શું તમે પણ ઘરના મંદિરમાં રાખો છો માચિસ? તો સાવધાન! નહીં તો થઇ શકે છે નુકસાન!

Manisha Jogi

Last Updated: 08:55 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો ઘરના મંદિરમાં માચિસ રાખે છે. આ પ્રકારે કરવાથી જીવન પર ગંભીર અસર થાય છે, જે અંગે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. આવો જાણીએ મંદિર અથવા પૂજાઘરમાં માચિસ શા માટે ના રાખવી જોઈએ.

  • પ્રગતિ મેળવવા માટે મહેનત કરવાની સાથે ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી
  • મંદિરમાં માચિસ રાખવાથી વ્યક્તિ અનેક પરેશાનીઓનો ભોગ બને છે
  • મંદિર અથવા પૂજાઘરમાં માચિસ શા માટે ના રાખવી જોઈએ

 જીવનમાં પ્રગતિ મેળવવા માટે મહેનત કરવાની સાથે ભાગ્યનો સાથ હોવો પણ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અનેક ઉપાય અપનાવીને જીવન આનંદમયી બનાવી શકાય છે. જેમાંથી એક ઉપાય માચિસ સાથે જોડાયેલ છે. અનેક લોકો ઘરના મંદિરમાં માચિસ રાખે છે. આ પ્રકારે કરવાથી જીવન પર ગંભીર અસર થાય છે, જે અંગે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. આવો જાણીએ મંદિર અથવા પૂજાઘરમાં માચિસ શા માટે ના રાખવી જોઈએ. 

મંદિરમાં માચિસ ના રાખવી જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માચિસ ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવાથી ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. મંદિર એ પવિત્ર સ્થાન હોય છે, જ્યાં કોઈપણ પ્રકારની આગજન્ય વસ્તુ ના રાખવી જોઈએ. વ્યક્તિ જાણતા અજાણતા આ ભૂલ કરી બેસે છે. જેના કારણે ગંભીર પરિણામ ભોગવવું પડે છે. 

નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે
જ્યોતિષીઓ અનુસાર પૂજા ઘરમાં માચિસ રાખવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે. જેના કારણે જે પણ સારા કાર્યો હોય તેમાં અડચણરૂપ સાબિત થાય છે, જેથી સમયસર શુભ કાર્ય થઈ શકતા નથી. નકારાત્મક શક્તિઓને કારણે ઘરમાં નાણાંકીય તંગી સર્જાય છે અને વ્યક્તિ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. આ પ્રકારે કરવાથી જે પણ પૂજા કરવામાં આવે તેનું ફળ પ્રાપ્ત થતું નથી. 

ઘરમાં આ જગ્યાએ માચિસ રાખવી જોઈએ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં માચિસ રાખવા માટે બંધ જગ્યા અથવા તિજોરીનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. પરિવાર પ્રગતિના પંથે આગળ વધે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips For Match Box vastu tips મંદિરમાં માચિસ ના રાખવાનું કારણ મંદિરમાં માચિસ ના રાખવી માચિસ વાસ્તુ ટિપ્સ વાસ્તુ શાસ્ત્ર Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ