બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:13 PM, 10 June 2023
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રનો આપણા જીવન પર ઉંડો પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં વસ્તુઓને મુકવા માટે યોગ્ય દિશા અને સ્થાન જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જો તમે વાસ્તુના નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો તો તમારે ક્યારેય પણ પૈસાની કમી નહીં થાય.
ADVERTISEMENT
સાથે જ તમારે સુખ-સમૃદ્ધીની પ્રાપ્ત થશે. શું તમે જાણો છો કે વાસ્તુમાં ચાવી રાખવાની યોગ્ય દિશા જણાવવામાં આવી છે. માનવામાં આવે છે કે જો તમે યોગ્ય જગ્યા પર ચાવી નહીં રાખો તો તમારે ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ દિશામાં ચાવી રાખવી શુભ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચાવી રાખવા માટે ઘરની પશ્ચિમ દિશા શુભ માનવામાં આવે છે. જો તમે એવું કરો છો તો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ નહીં ઉભો થાય.
આ જગ્યાઓ પર ન રાખો ઘરની ચાવીઓ
ડ્રોઈંગ રૂમ
વાસ્તુ અનુસાર ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ ચાવીઓ ન રાખવી જોઈએ. કારણ કે ઘરની ચાવીઓ આ જગ્યા પર રાખવા પર દરેકની નજર તેના પર પડે છે જે યોગ્ય નથી માનવામાં આવતું.
પૂજા ઘર
વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં પણ ચાવીઓ ન રાખવી જોઈએ. કારણ કે પૂજા કરવાનું સ્થાન ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. એવામાં ગંદી ચાવી કે ગંદા હાથોથી તેને ઉઠાવવામાં આવે છે જેનાથી નકારાત્મકતા પૈદા થાય છે.
કિચન
વાસ્તુ અનુસાક, કિચનમાં ચાવી ન રાખવી જોઈએ. કિચનનો સંબંધ ઘરના સદસ્યો સાથે હોય છે. સાથે જ કિચનનો સંબંધ આખા પરિવારની પ્રગતિ સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.