બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા ઘર કે ઓફિસમાં જૂના કપડાંથી ન મારો પોતું, વાસ્તુ શાસ્ત્રની વાત માનશો તો સુખી થશો

વાસ્તુ ટિપ્સ / તમારા ઘર કે ઓફિસમાં જૂના કપડાંથી ન મારો પોતું, વાસ્તુ શાસ્ત્રની વાત માનશો તો સુખી થશો

Last Updated: 12:06 AM, 21 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધા જ ઘરની સાફ-સફાઈ માટે જુના કે ફાટેલા કપડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે વસ્તુ શાસ્ત્ર પ્રમાણે જુના કે ફાટેલા કપડાનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

આપણે જે ઘરમાં રહીએ છીએ તેને સ્વચ્છ રાખવું આપણી જવાબદારી છે. ઘરને સ્વચ્છ કરીને આપણે ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. આપણે ઘણી વાર જોયો હશે કે ઘરની સાફ-સફાઈ માટે લોકો જુના અને ફાટેલા કપડાનો ઉપયોગ કરતા હોય છે. જેમાં બાળકોના અને વૃદ્ધ લોકોના જુના કે ફાટેલા કપડા હોય છે. પરંતુ શું આ કપડાથી ઘરની સાફ-સફાઈ કરવી યોગ્ય છે? આ વિશે વાસ્તુશાસ્ત્રમાં વિસ્તારમાં માહિતી આપવામાં આવી છે.

New Project (53)

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફાટેલા કે જુના કપડાનો ઉપયોગ ઘરમાં સેપટ કે પોતું કરવા નથી કરી શકતો. તમારા ઘરમાં એવા ઘણા કપડા છે કે જેથી સાફ કરતા સમયે નકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે. તો ચાલો જાણીએ કે ઘરમાં સફાઈ માટે કેવા કપડાંનો ઉપયોગ કરી શકતો નથી.  

નાના બાળકોના કપડાં

જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તેમના કપડાં ઝડપથી જુના થઇ જાય છે અને જેમ-જેમ બાળકોના કપડા જમા થતા જાય તેમ ઘણા ઘરોમાં આ કપડાં સફાઈ માટે કામ આવે છે. જોકે, વસ્તુ શાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં નથી આવતું. આમ કરવાથી તમારા બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે.

PROMOTIONAL 11

મૃત વ્યક્તિના કપડાં

ઘણી વાર પરિવારમાં કોઈ મૃત લોકોના જુના કપડાનો સફાઈ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે વસ્તુ શાસ્ત્રમાં મૃત વ્યક્તિના કપડાનો પણ સફાઈ માટે ઉપયોગ કરવાની મનાઈ છે.

અન્ડરવેર

ઘણી વાર લોકો ફાટેલા અન્ડરવેર કે ગંજી જેવા કપડાનો ઉપયોગ ઘરમાં પોતું કરવા કરતા હોય છે. અથવા તો ધૂળ સાફ કરવા કે ગાડી ધોવા માટે પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ વાસ્તુ અનુસાર, સફાઈ માટે આવા કપડાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે, તેથી આવા કપડાંનો ઉપયોગ ટાળવો જોઈએ.

વધુ વાંચો : તમારું બાળક રિલ્સ અને શોર્ટ્સના ચક્કરમાં ફસાયું હોય તો સાવધાન, મોટા નુકસાનના અણસાર

તેનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ફાટેલા કપડાથી ક્યારેય લૂછવું કે ધૂળ સાફ ન કરવી જોઈએ. આ કપડામાં વ્યક્તિની ઉર્જા રહેતી હોવાથી તે નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી વ્યક્તિને ઘણું નુકસાન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જૂના કપડાથી પોતું કરવાથી ઘરમાં અશાંતિ અને પારિવારિક પરેશાનીઓ આવે છે. આવી સ્થિતિમાં પહેરેલા કપડાનું દાન કરવું જોઈએ. તમારા કપડાંને દાન કરતા પહેલા મીઠાના પાણીમાં સારી રીતે ધોઈ લો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Old Clothes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ