બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 AM, 25 May 2024
હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘર બનાવવાથી લઈને તેના ડેકોરેશનમાં પણ વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરના તમામ રૂમનું નિર્માણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. ઘરમાં શમી, તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં છોડ લગાવવા બાબતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. છોડની દિશાથી લઈને તેને કઈ જગ્યાએ મુકવો તે શાસ્ત્ર અનુસાર નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT
માનવામાં આવે છે કે, ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી માઁ લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ છોડ લગાવતા સમયે ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો ઘરમાં કંગાળી આવી શકે છે. તો અહીંયા અમે તમને મની પ્લાન્ટ લગાવવાના વાસ્તુ નિયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
ADVERTISEMENT
આ દિશામાં છોડ ના લગાવવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઘરની ઉત્તર પૂર્વ દિશા (ઈશાન ખૂણા) તરફ ના રાખવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિત્ત્વ ગુરુ ગ્રહ કરે છે, જે શુક્રના વિરોધી માનવામાં આવે છે. શુક્ર ગ્રહને વિલાસિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશા તરફ મની પ્લાન્ટ ના લગાવવો જોઈએ. માન્યતા અનુસાર આ દિશામા મની પ્લાન્ટ લગાવવાથી માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
અગ્નિ ખૂણામાં લગાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા (અગ્નિ ખૂણા)માં લગાવવો તે શુભ માનવામાં આવે છે. જેનું પ્રતિનિધિત્ત્વ શુક્ર ગ્રહ કરે છે. ભગવાન ગણેશ આ દિશાના દેવતા છે. આ કારણોસર આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
જમીન સાથે ના અડવું જોઈએ
મની પ્લાન્ટ લગાવતા સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, મની પ્લાન્ટ જમીનને અડીને ના રહે, જે અશુભે માનવામાં આવે છે. આ કારણોસર મની પ્લાન્ટ વધવા લાગે તો તેની દેખભાળ કરો.
વધુ વાંચો: પન્ના રત્ન કયા લોકોએ પહેરવું શુભ? ધારણ કરતા પહેલા જાણો તેના ફાયદા-નુકસાન
ક્યારેય સૂકાવો ના જોઈએ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ક્યારેય સૂકાવો ના જોઈએ અને તેની દેખભાળ કરતા રહો. મની પ્લાન્ટ સૂકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે અને નાણાંકીય નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.