Vastu Tips: ઘણી વખત ઉઘાર આપેલા પૈસા પાછા નથી આવતા. એવામાં બીજાને આર્થિક મદદ આપનાર વ્યક્તિ જ પરેશાન રહેવા લાગે છે. આખરે ઉધારમાં આપેલા પૈસા ડૂબવા કે અટકવાનું કારણ શું છે? જાણો તેના વિશે...
ઉધાર આપતી વખતે ન કરો આ ભૂલો
ક્યારેય પાછા નહીં આવે પૈસા
જાણો શું કહે છે જ્યોતિષ
ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે ઉધાર આપેલા પૈસા તેમને પરત નથી મળતા. એવામાં બીજાને આર્થિક મદદ આપનાર વ્યક્તિ જ પરેશાન રહેવા લાગે છે. આખરે ઉધારમાં આપેલા પૈસા ડૂબવા કે અટકવાનું કારણ શું છે? જાણો તેના વિશે...
જ્યોતિષવિદ્ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ દક્ષિણ દિશાની તરફ ચહેરો કરીને પૈસા ઉધાર આપે છે તો તેના મળવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. માટે આ દિશાની તરફ મુખ કરીને ઉધાર ન આપો. ત્યાં જ જ્યારે પૈસા પશ્ચિમ દિશાની તરફ જોઈને આપવામાં આવે તો તેના બિમારીઓમાં ખર્ચ થવાની સંભાવનાઓ વધારે રહે છે. માટે પરત આવતા પૈસા ક્યારેય પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને ન લેવા જોઈએ.
પૈસાની લેવડ-દેવડની યોગ્ય રીત
જો ઉધારમાં આપેલી રકમ વારંવાર ડૂબવા કે અટકવા લાગે તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. ફરી વખત પૂર્વ કે ઉત્તર દિશાની તરફ ચહેરો કરીને જ પૈસાની લેવડ દેવડ કરો. બીજુ પૈસાની લેવડ દેવડ કરતી વખતે હંમેશા સીધા અથવા તો જમણા હાથનો જ ઉપયોગ કરો.
પૈસા ગણતી વખતે ન કરો આ ભુલ
અમુક લોકોમાં નોટોને ગણતી વખતે વાંરવાર થુક લગાવવાની આદત હોય છે. એવું ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર નોટ ગણતિ વખતે વારંવાર થૂક લગાવવાથી લક્ષ્મી નારાયણ નારાજ થઈ જાય છે. સાથે જ નોટોને ક્યારેય પણ ગંદા કે એઠા હાથથી સ્પર્શ ન કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)