બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips do not burn incense on tuesday and sunday it will cause pitru dosh and poverty

Vastu Tips / અઠવાડિયામાં આ બે દિવસથી તો ભૂલથી પણ ના કરવી જોઈએ અગરબત્તી: એક બાદ એક કષ્ટ આવતા હોવાની છે માન્યતા

Arohi

Last Updated: 10:13 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: પૂજા-પાઠમાં અગરબત્તી સળગાવવાનું મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘર પર સળગાવવામાં આવતી અગરબત્તીથી વાસ્તુ દોષ અને નકારાત્મકતા થઈ શકે છે. સાથે જ આ પિતૃ દોષ અને વંશ હાનિનું પણ કારણ બને છે.

  • પૂજા-પાઠમાં અગરબત્તીનું ખૂબ જ મહત્વ 
  • પરંતુ ઘરે અગરબત્તી કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
  • અગરબત્તીથી આવી શકે છે વાસ્તુ દોષ અને નકારાત્મકતા 

હિંદુ ધર્મમાં દરેક ઘરે દરરોજ પૂજા-પાઠ કરવામાં આવે છે. પૂજામાં અગરબત્તી સળગાવવાનું ખાસ મહત્વ હોય છે. માન્યતા છે કે અગરબત્તી સળગાવવાથી ઘર પર સકારાત્મકતા આવે છે અને ભગવાન પણ પ્રસન્ન થાય છે. 

સામાન્ય રીતે દરેક ઘરમાં પૂજા-પાઠ વખતે અગરબત્તી સળગાવવામાં આવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રની માનીએ તો અઠવાડિયાના બે દિવસમાં અગરબત્તી સળગાવવી અશુભ માનવામાં આવે છે. જી હાં, ભુલથી પણ અઠવાડિયામાં મંગળવાળ અને રવિવારના દિવસે ઘર પર અગરબત્તી ન સળગાવો. આમ કરવાથી ઘર પર આર્થિક સંકટ આવે છે અને પિતૃ દોષ પણ લાગી શકે છે. 

શું છે કારણ? 
હકીકતે અગરબત્તી બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અને હિંદુ ધર્મમાં વાંસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાકારાત્મકતા માટે લોકો પોતાની દુકાન, ઘર અને ઓફિસ વગેરે સ્થાનો પર વાંસના છોડ લગાવે છે. અઠવાડિયામાં મંગળવાર અને રવિવારના દિવસે વાંસ સળગાવવાની શાસ્ત્રોમાં મનાઈ હોય છે. માટે આ બે દિવસે અગરબત્તી પણ ન સળગાવો. 

વાસ્તુ શાસ્ત્રની સાથે જ ફેંગશુઈમાં પણ વાંસ સળગાવવાને અશુભ માનવામાં આવે છે. તેનાથી ભાગ્ય પર ખરાબ અસર પડે છે અને તે દરિદ્રતાનું કારણ બને છે. સાથે જ જે ઘર પર વાંસ સળગાવવામાં આવે છે ત્યાં નકારાત્મકતા ખૂબ જ ઝડપથી વધે છે. ત્યાં જ જો તમે મંગળવાર કે રવિવારના દિવસે અગરબત્તી કે વાંસ સળગાવો છો તો તેનાથી ઘરની શાંતિ પણ ભંગ થાય છે. 

વાંસ સળગાવવાથી થઈ શકે છે પિતૃ દોષ 
વાંસને વંશનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે જે પણ વાંસ સળગાવે છે. તેના વંશની હાની થાય છે. આજ કારણ છે કે હિંદૂ ધર્મમાં જ્યારે કોઈના મૃત્યુ બાદ વાંસની લાકડીથી અર્થીનું નિર્માણ કરવામાં આવે છે અને ચિતાને સળગાવતા પહેલા વાંસની લાકડીઓ હટાવી લેવામાં આવે છે. કારણ કે વાંસ સળગાવવાથી પિતૃદોષ થાય છે. 

શું છે ઉપાય? 
હિંદૂ ધર્મમાં પૂજા વખતે ધૂપ- અગરબત્તી જરૂર કરવામાં આવે છે. તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. તમે અગરબત્તી સીવાય ધૂપબત્તી, દીવો, કપૂર વગેરેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી કોઈ દોષ નથી લાગતો. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

pitru dosh poverty vastu tips વાસ્તુ દોષ વાસ્તુ શાસ્ત્ર Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ