અવાર-નવાર એવુ દેખાય છે કે દેવી-દેવતાઓની આરતીમાં ક્યાક તેલ તો ક્યાક ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવીશુ કે ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.
દેવી-દેવતા સામે કયો દીવો પ્રગટાવવો હોય છે શુભ?
દીવાને સકારાત્મકતાનુ પ્રતિક માનવામાં આવે છે
દીવો પ્રગટાવતી સમયે આ ખાસ બાબતોનુ રાખો ધ્યાન
ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા થાય છે દૂર
સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનુ ઘણુ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘર, ઑફિસ, મંદિરથી લઇને પૂજા ઘર વિશે ઘણી જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત વાસ્તુમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા કેવીરીતે લાવવામાં આવે. હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાની પૂજા આરતી દરમ્યાન દીવો પ્રગટાવવાનુ વિધાન છે. પછી તે આરતી મંદિરની હોય કે ઘરની. બંને જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે. દીવાને સકારાત્મકતાનુ પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે.
કયો દીવો પ્રગટાવવો હોય છે શુભ?
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓ સામે ઘી અને તેલ બંને પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, ભગવાનના જમણા હાથ તરફ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનના ડાબા હાથ તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યાં છો તો હંમેશા પોતાની જમણી બાજુ અને ઘીનો દીવો પ્રગટાવી રહ્યાં છો તો હંમેશા ડાબી બાજુ રાખો.
દીવો પ્રગટાવતી સમયે આ વાતનુ રાખો ધ્યાન
દીવો પ્રગટાવતી સમયે આ વાતનુ ધ્યાન રાખો કે દીવો હંમેશા ભગવાનની મૂર્તિ અથવા તેમની તસ્વીર સામે રાખો.
ભૂલથી પણ પશ્ચિમ દિશામાં દીવો ન પ્રગટાવો. આમ કરવાથી ગરીબી આવે છે અને પૈસાનુ નુકસાન થાય છે.
સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધન-ધાન્યથી ભરી દે છે.
ઉત્તર દિશામાં દીવો ન પ્રગટાવો. જેનાથી ઘરમાં ગરીબી આવે છે. જો કે, તમે દીવાની વાટ આ દિશામાં કરી શકો છો.
ઘરમાં સવાર-સાંજ દીવો પ્રગટાવવાથી સુખનો માહોલ રહે છે અને સાથે ઘરમાં પોઝીટીવ એનર્જી આવે છે.