બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / vastu specialist chandrashekhar guruji murdered knife hotel incident caught cctv

BIG NEWS / કર્ણાટક: વાસ્તુ શાસ્ત્રી ચંદ્રશેખર ગુરૂજીની ચાકૂ મારીને હત્યા કરી નાખી, આરોપીઓની થઈ ઓળખાણ

Pravin

Last Updated: 04:49 PM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના હુબલીમાં એક હોટલમાં મંગળવારે સવારે 'સરલ વાસ્તુ' ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે.

  • હુબલીમાં વાસ્તુ શાસ્ત્રીની હત્યા
  • હોટલમાં રોકાયા હતા શાસ્ત્રીજી
  • ભક્ત બનીને આવેલા શખ્સોએ ચાકૂના ઘા માર્યા

 

કર્ણાટકના હુબલીમાં એક હોટલમાં મંગળવારે સવારે 'સરલ વાસ્તુ' ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, હોટલના રિસેપ્શન પર બે લોકો ચાકૂ વડે વાર કરી રહ્યા છે. 

પોલીસને શંકા છે કે, ચંદ્રશેખર ગુરૂજી શહેરની પ્રેસિડેંટ હોટલમાં બિઝનેસના કામને લઈને મળવા આવ્યા હતા. આ ઘટના બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ આરોપીઓની શોધ માટે તપાસ કરી રહી છે. 

પોલીસના જણાવ્યા અ નુસાર બાગલકોટના રહેવાસી વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાંતે એક કોન્ટ્રાક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે, બાદમાં તેમણે મુંબઈમાં નોકરી જોઈન કરી હતી. જ્યાં તેઓ વસી ગયા, જ્યાં પછી તેમણે વાસ્તુ વ્યવસાય શરૂ કર્યો હતો.

પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, 3 દિવસ પહેલા તેમના પરિવારમાં એક બાળકનું હુબલીમાં મોત થઈ ગયું હતું. જેને લઈને તેઓ હુબલી ગયા હતા. ઘટનાની જાણ થતાં હુબલી પોલીસ ઘટના સ્થળે પહોંચી, પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. 

પોલીસ જણાવી રહી છે કે, ચંદ્રશેખર ગુરૂજી એક હોટલમાં ગયા હતા, જ્યાં એક રિસેપ્શન પર બે લોકોએ તેમને ચાકૂ મારી દીધા હતા. તેનાથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો અહીં તહીં ભાગવા લાગ્યા હતા. તો વળી ઘટનાને પાર પાડીને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

CCTV ફુટેજમાં શું દેખાયું

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બંને આરોપી હોટલના વેઈટિંગ એરિયામાં ઊભા રહીને ચંદ્રશેખર ગુરૂજીની રાહ જોઈ રહ્યા છે. ચંદ્રશેખર ત્યાં આવે છે અને ત્યાં રાખેલા સોફા પર બેસી જાય છે. ત્યાર બાદ એક આરોપી નજીક આવીને તેમના ચરણસ્પર્શ કરે છે, એટલામાં તો બીજો આરોપી ચાકૂ કાઢીને ધડાધડ તેમના પર વાર કરવા લાગે છે. આ બાજૂ બીજો આરોપી પણ ચાકૂ કાઢીને હુમલો કરવા લાગે છે. બંને મળીને તાબડતોડ તેમના પર ચાકૂથી વાર કરવાનું શરૂ કરી દે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Karanataka murdere vastu specialist chandrashekhar guruji karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ