પતિ-પત્નીમાં જીવનભર ટકશે રોમાન્સ, કરો આ સરળ ઉપાયો

By : juhiparikh 03:34 PM, 14 June 2018 | Updated : 04:06 PM, 14 June 2018
લગ્ન એક એવો સંબંધ છે, જે આ સંબંધમાં જોડાયું છે તે આ સંબંધમાંથી છુટકારો મેળવવા માંગે છે, અને જે જોડાયું નથી તે જોડાવા માટે વ્યાકુળ છે. દરેક યુવક-યુવતિ પોતાના દાંપત્ય જીવનને સુખમય વ્યતિત કરવા માટે વિવિધ પ્રકારના સપનાં પોતાની અંદર સજાવે છે. તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં પણ સપનાં અધૂરા રહી જાય છે.

ઘણીવાર નાની નાની વાતો મોટી થઇ જાય છે અને લગ્નજીવનમાં તિરાડ આવવા લાગે છે. પતિ, પત્નીથી અને પત્ની પતિથી ખોટું બોલવા લાગે છે, જેથી તેમની નબળાઇઓ ઉજાગર ન થાય. લાંબા ગાળે આ સંબંધમાં પછી કોઇ પ્રામાણિકતા રહેતી નથી. માટે આ સંબંધમાં બન્ને પક્ષે હમેશાં ઇમાનદાર જ રહેવું જોઇએ.

પરંતુ સવાલ એ છે કે અંતે આમ કેમ થાય છે? ક્યાંક એવું તો નથી કે તમારા બેડરૂમમાં કોઇ વાસ્તુ દોષ હોય. બની શકે છે કે તમારા રૂમમાં વાસ્તુ દોષ હોય, અને તમને ખબર પણ ન હોય. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવી વાસ્તુ ટિપ્સ, જેના માધ્યમથી તમે તમારા લગ્નજીવનમાં આનંદની વર્ષા કરી શકો છો. તેના માટે વાસ્તુના આ નિયમોનું પાલન તમારે ચોક્કસ કરવું પડશે.

સાંજે રૂમમાં કપૂરનો પ્રયોગઃ-
 
કપૂરને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેચી લે છે અને હકારાત્મક વાતાવરણ ઉભું કરે છે. માટે દરરોજ સાંજે બેડરૂમના મુખ્યદ્વાર પર કપૂર સળગાવવું જોઇએ, જેથી રૂમની બધી જ નકારાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે. અને રૂમ પવિત્ર અને હકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભું થાય છે.

જ્યારે છોકરી સાસરિયે આવે:

કોઇપણ સ્ત્રી લગ્ન પછી પહેલી વખત જ્યારે સાસરિય આવે છે ત્યારે તે મુખ્યદ્વારથી પોતાના બેડરૂમની તરફ આગળ વધે ત્યારે તે યુવતીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ઝડપથી પોતાના બેડરૂમ તરફ આગળ ન વધે. નાસિકાનો જે સ્વર જે રીતે ધીમે-ધીમે ચાલતો હોય છે તેજ રીતે પગ પણ ધીમી ગતિએ આગળ વધારીને બેડરૂમમાં પ્રવેશ કરવો.

બેડરૂમમાં સુંદર આકૃતિઓ લગાવવીઃ
 
લગ્નજીવનની શરૂઆત કરવા માટે અને તે રોમાન્સને જીવનભર ટકાવી રાખવા માટે યુવકે લગ્ન પહેલાંથી તેના બેડરૂમમાં સુંદર આકૃતિઓ લગાવીને રાખવી જોઇએ. જેમકે, હંસની જોડ, રાધા કૃષ્ણ, નાના બાળકોના ફોટા, કેંડલ્સ, ગુલાબના ફૂલોના ચિત્રો વગેરે જે આકૃતિઓ જે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તેવી આકૃતિઓને રાખવાથી રોમાંસમાં દિવસેને દિવસે વધારો થતો રહે છે.

લગ્નની શરૂઆતઃ
 
લગ્નની શરૂઆતનાં પહેલાં દિવસે કપલના બેડરૂમને લાલ રંગથી શણગારો. જેમ કે લાલ રંગની બેડસીટ, લાલ રંગની લાઇટ વગરે. સાથે જ, લાલ રંગના ફળોનું પણ સેવન કરવું જોઇએ. લાલ રંગને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. માટે લગ્નની શરૂઆત જ તેઓ આ રીતે શણગારેલા સુંદર લાલ રંગના બેડરૂમથી કરશે તો તેમનું લગ્નજીવન હમેશાં સુખમય રહેશે અને રોમાન્સ જળવાય રહેશે.

બેડમાં આ જગ્યાએ દર્પણ ન હોવું જોઇએઃ
 
વાસ્તુના પ્રમાણે બેડરૂમમાં અનેક સ્થાને દર્પણ રાખવા વર્જિત માનવામાં આવે છે જો દર્પણનું સ્થાન  ખોટી જગ્યાએ હોય તો લગ્નજીવનમાં ખલેલ આવી શકે છે. માટે બેડની સામે અથવા પાછળ દર્પણ ન હોવું જોઇએ. જો જગ્યાના અભાવે દર્પણ રાખવું જરૂરી છે તો તેને કપડાંથી ઢાંકીને રાખવું જોઇએ. બેડરૂમમાં દર્પણ ખોટી જગ્યાએ હોય તો સંબંધોમાં નેગેટિવ ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.

પાણી સંબંધી વસ્તુઓ દૂર રાખવીઃ
 
વાસ્તુશાસ્ત્રમાં બહું ઓછી એવી વસ્તુઓ છે જેને તમે બેડરૂમમાં રાખી શકો છો. જો ભુલથી પણ ખોટી વસ્તુ બેડરૂમમાં રાખવામાં આવે તો દાંપત્ય જીવનમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે છે. માટે બેડરૂમમાં પાણી સંબંધી વસ્તુઓન રાખવી જોઇએ. જેમ કે, પાણીનો પ્યાલો, માછલીઘર બેડરૂમમાં ક્યારેય રાખશો નહી.

બેડરૂમાં છોડ ન રાખવાઃ
 
વાસ્તુશાસ્ત્રમાં ઘણા છોડને ખૂબ જ કારગર માનવામાં આવે છે. પરંતુ આ છોડને ઘરમાં વાસ્તુના હિસાબે જો સ્થાપિત કરવામાં આવે તો જ તેની અસર થાય છે. પરંતુ આ છોડને ક્યારેય બેડરૂમમાં આવા કોઇપણ પ્રકારના છોડ રાખવા ન જોઇએ. તથા દરરોજ પાણીમાં મીઠું નાખીને પોતું કરવું જોઇએ મીઠાના ઉપાયને વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ સારા માનવામાં આવે છે.Recent Story

Popular Story