વાસ્તુ મુજબ ઘર અને ઓફિસમાં વાંસનો છોડ લગાવવાને શુભ માનવમાં આવે છે. વાસ્તુની દ્રષ્ટીએ આ છોડ કેટલો શુભ છે તેની અહીં વાત કરીશું. આ છોડ સાથે જોડાયલી ભૂલો નકારાત્મકતા પણ લાવી શકે છે. જેમકે આ છોડના વાસણમાં કેટલું પાણી ભરવું? કઈ દિશામાં છોડ રાખવો? છોડની કેટલી દાંડી હોવી જોઈએ?
- વાંસનો છોડ ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.
- વાંસના છોડને કાચના વાસણમાં લગાવવાથી અને તેમા પાણી ભરવાથી સામાજિક સન્માન વધે છે.
- વાંસના છોડથી અભ્યાસમાં બાળકોની એકાગ્રતા વધે છે.
- આ છોડ ધનને પોતાના તરફ ખેંચે છે, જેનાથી ઘરમાં પૈસાની તંગી રહેતી નથી.
- વાંસનો છોડ સંબંધોમાં મધુરતા જાળવી રાખે છે. પતિ- પત્ની વચ્ચે પ્રેમ જળવાય રહે છે.
- વાંસનો છોડ ઓફિસમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
- આ છોડને ઘરમાં બાળકો પહોંચી ના શકે તેવા ઊંચા સ્થાને રાખવો જોઈએ. ઉત્તર દિશામાં છોડને રાખવાનું શુભ માનવમાં આવે છે.
-આ છોડનું પાણી 15 દિવસે એક વાર બદલી દેવું જોઈએ. વાસણને પાણીથી આખું ના ભરો માત્ર નીચેનો ભાગ કરવ થાય તેટલું જ પાણી રાખો. અને થોડો સમય પ્રકાશમાં રાખવો જોઈએ
-આ છોડનું કોઈ પાંદડું પીળું પડે તો તરત કાપી નાખો. તે નેગેટિવ એનર્જીને આકર્ષે છે.
-આ છોડમાં વાંસની છ દાંડી હોય તેને શુભ માનવામાં આવે છે.