બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વસંત મસાલાની બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂર સાથે નવા યુગમાં એન્ટ્રી, નવા લોગો અને ઓળખ સાથે કરાઇ નવી શરૂઆત
Last Updated: 01:41 PM, 14 November 2024
વસંત મસાલા, છેલ્લાં ૫૪ વર્ષોથી મસાલા ઉદ્યોગમાં અગ્રણી નામ છે, જે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બૉલીવુડના લોકપ્રિય અભિનેતા અનિલ કપૂરને રજૂ કરવા સાથે તેની નવી ટૅગલાઈન ‘પ્યાર તો હોના હી થા’ ની રજૂઆત કરતા ગૌરવ અનુભવે છે. આ ટૅગલાઈન જણાવે છે કે કઈ રીતે વસંત મસાલા દરેક વાનગીનો સ્વાદ વધારે છે અને એવી રસોઈ બનાવે છે જે માત્ર આપણાં સ્વાદ ને તૃપ્ત જ નથી કરતી પરંતુ પરિવારોમાં પ્રેમ ભર્યાં સંબંધોને પણ મજબૂત બનાવે છે, ડાઈનિંગ ટેબલ પર દરેક ક્ષણોને પરસ્પર પ્રેમ અને સંપ ભરી બનાવે છે.
ADVERTISEMENT
આધુનિક લોગો સાથે બ્રાન્ડની તદ્દન નવી ઓળખ
વસંત મસાલાની આ ટીવીસીમાં સ્ક્રીન પર પહેલી જ વાર અનિલ કપૂર સાથે તેના ભાઈ સંજય કપૂરની રોમાંચ ભરી રજૂઆત જોવા મળશે. બે ભાઈ વચ્ચેનો તેમનો આ સંબંધ વસંત મસાલાના નવા સંદેશનો આ સાર રજૂ કરે છે: પ્રેમ માત્ર એક ભાવના નથી, પરંતુ આ એક એવો અનુભવ છે જે આપણને જોડે છે, ખાસ કરીને પારિવારીક જીવન અને ઉજવાતી પરંપરાઓના સંદર્ભમાં. આ રોમાંચ ભર્યાં આવિષ્કારના ભાગ રૂપે, વસંત મસાલા આધુનિક લોગો સાથે બ્રાન્ડની તદ્દન નવી ઓળખ પણ જાહેર કરે છે. આ નવી ઓળખ વસંત મસાલાની તેનાં ગ્રાહકોના સ્વાદ અને પસંદ સાથે સુમેળ સાધવાની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ADVERTISEMENT
પ્યાર તો હોના હી થા
વસંત મસાલાના સીએમડી શ્રી ચંદ્રકાંત ભંડારીએ બ્રાન્ડના વિકાસ પર પ્રકાશ પાડતા કહ્યું, "દાયકાઓથી ભારતીય ઘરોમાં શુદ્ધતા પહોંચાડવી એ વસંત મસાલાનો આધારસ્તંભ રહ્યો છે. ટૅગલાઈન ‘પ્યાર તો હોના હી થા’ સાથે, અમે આ આધારસ્તંભને સમૃદ્ધ જ નથી કરી રહ્યા, પરંતુ સ્વાદથી વિશેષ દિલને સ્પર્શતા સંબંધને પણ મજબૂત બનાવીએ છીએ. અનિલ કપૂરનું જોડાવવું એ પરંપરા, આધુનિકતા અને યુનિવર્સલ અપીલનો શ્રેષ્ઠ સમન્વય છે, જે દરેક ઉંમર સમૂહના લોકો માટે રોચક બની રહેશે. આ અભિયાન અમારા વારસાને ઉજવતા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચે છે, વસંત મસાલાને વધુ ને વધુ ઘરો સુધી પહોંચાડે છે અને આવનારા અનેક વર્ષો સુધી અમારા વિકાસને ગતિ આપશે.
અનિલ કપૂરે આ સહયોગ બાબતે પોતાની ખુશીને વ્યક્ત કરતા કહ્યું, "હું વસંત મસાલાની નવી યાત્રાનો હિસ્સો બનીને રોમાંચિત છું, જે તેની ઉત્તમ ગુણવત્તા માટે વિખ્યાત છે અને સર્વશ્રેષ્ઠ આપવાની આ બ્રાન્ડની પ્રતિબદ્ધતા પર મને પૂરો વિશ્વાસ છે. આ અભિયાન કોઈ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાથી વિશેષ છે, આ પ્રેમ, પરિવાર અને આપણાં સ્નેહ ભર્યાં સંબંધોનો ઉત્સવ છે. વળી, મારા ભાઈ સંજય સાથે પહેલી જ વાર સ્ક્રીન શૅર કરવા આ મને વધુ ઉત્સાહિત કરે છે. આ હાર્દિક અભિયાન લોકોને કઈ રીતે જોડે છે એ જાણવા હું આતુર છું.
વસંત મસાલા વિશે
ભારતીય મસાલાની બજારમાં એક અગ્રણી બ્રાન્ડ તરીકે, વસંત મસાલા ગ્રાહકો સાથેના તેનાં ભાવનાત્મક સંબંધોને વધુ દૃઢ કરતા ઉત્તમ ગુણવત્તાના ઉત્પાદનો રજૂ કરવા પ્રતિબદ્ધ છે. વસંત મસાલા છેલ્લાં ૫૪ વર્ષોથી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દેશનાં અન્ય પ્રાંતોમાં લાખો પરિવારોના સ્વાદને તૃપ્ત કરે છે. ઉત્પાદનોની તેની વ્યાપક શ્રેણી જેમ કે બ્લેંડેડ મસાલા, હિંગ, મૂળભૂત મસાલા અને ખાંડેલા મસાલા સાથે વસંત મસાલાએ વૈશ્વિક સ્તરે તેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. પાંચ મહાદ્વીપોમાં નિકાસ કરાતા વસંત મસાલા તેની બેજોડ ગુણવત્તા અને વ્યાપક લોકપ્રિયતા માટે ઓળખાય છે. આ વિશ્વસનીય બ્રાન્ડ ગ્રાહકોને નિરંતર ઉત્કૃષ્ટ મસાલા પૂરાં પાડતી આવી છે, જેના ફળ સ્વરૂપ છેલ્લાં પાંચ દાયકાઓથી આ બ્રાન્ડ તેના બેજોડ સ્વાદ અને સ્વાસ્થ્ય લાભો સાથે ઘર ઘરમાં ગૃહિણીઓની પહેલી પસંદગી બની છે.
વ્યાપાર, વિતરણ સંબંધિત અને અન્ય પૂછપરછ માટે સંપર્ક કરો: ઈ-મેઈલ: ------ / કૉલ: +91 94265 06390, બ્રાન્ડ વિશે વધુ જાણવા www.vasantmasala.com પર જુઓ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.