લગ્ન કર્યા બાદ વરૂણ-નતાશા પાપારાઝીની સામે આવ્યા અને તેમને જોઈ પાપારાઝી બૂમો પાડવા લાગ્યા તો વરૂણે કહ્યું-ધીરે બોલો નહીંતર નતાશા ડરી જશે.
વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે
બંનેએ અલીબાગના ધ મેન્શન હાઉસ રિઝોર્ટમાં સાત ફેરા ફર્યા
લગ્ન પછી વરૂણ-નતાશાને જોઈ ફોટોગ્રાફર્સ પાડવા લાગ્યા બૂમો
વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ અલીબાગના ધ મેન્શન હાઉસ રિઝોર્ટમાં સાત ફેરા ફર્યા અને પતિ-પત્ની બનીને દુનિયાની સામે આવ્યા. વરૂણ અને નતાશાની વેડિંગ વેન્યૂ પર ઘણાં દિવસોથી પાપારાઝીનો જમાવડો છે. ત્યારે ફાઈનલી લગ્ન કર્યા બાદ વરૂણ-નતાશા પાપારાઝીની સામે આવ્યા અને તેમને જોઈ પાપારાઝી ખુશીથી પાગલ થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા.
વરૂણ ધવન અને નતાશાને જોઈને ફોટોગ્રાફર્સ એક્સાઈટેડ થઈ ગયા અને તેમને લગ્નના અભિનંદન પાઠવવા લાગ્યા. કેટલાક તો નતાશાનું નામ લઈને તેને કેમેરા તરફ જોવાનું કહેવા લાગ્યા તો કેટલાક શાદી મુબારકની બૂમો પાડવા લાગ્યા. આ જોઈને વરૂણ બધાંને ચુપ કરાવવાની કોશિશ કરી અને કહ્યું- શાંતિ રાખો...ડરી જશે બિચારી. તેની આ વાત સાંભળી પાપારાઝીની સાથે નતાશા પણ હસવા લાગી.
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની જાહેરાત કરતા વરૂણે ફોટોઝ શેર કર્યા હતા. જેમાં એક ફોટામાં વરૂણ અને નતાશા મંડપમાં બેઠા હતા અને હસી રહ્યા હતા અને બીજા ફોટોમાં બંને ખુશી ખુશી ફેરા ફરી રહ્યાં હતા. વરૂણે આ ફોટોઝ શેર કરતા લખ્યું-જીવનભરનો પ્રેમ આજે સાર્થક થઈ ગયો.
તમને જણાવી દઈએ કે વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં પરિવાર સહિત નજીકના મિત્રો જ સામેલ થયા હતા. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી કરણ જોહર, મનીષ મલ્હોત્રા, એક્ટર અને ડિરેક્ટર કુણાલ કોહલી લગ્નમાં સામેલ થયા હતા. વરૂણના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. સ્ટાર્સ અને ફેન્સ કપલને ખૂબ અભિનંદન પાઠવી રહ્યાં છે.