બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'કટ.. કટ..' કહેવા છતાં અભિનેત્રી સાથે બોલ્ડ સીન કરતો રહ્યો અભિનેતા, આવેગમાં ભૂલ્યો ભાન, જુઓ VIDEO
Last Updated: 05:45 PM, 13 January 2025
બૉલીવુડના હેન્ડસમ એક્ટર વરુણ ધવન પોતાની જબરદસ્ત એક્ટિંગથી ફેંસને હંમેશા ઈમ્પ્રેસ કરતો હોય છે. કોમેડી, રોમાન્સથી લઈને એક્શન સુધી વરુણ દરેક રોલમાં પોતાને ઢાળી લે છે. જેના લીધે તેના ઘણા બધા સિન્સ વાયરલ પણ થતાં હોય છે. આવો જ એક સીન અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સીન વરુણ અને અભિનેત્રી નરગીસની 2014માં આવેલી ફિલ્મ 'મે તેરા હીરો' નો છે. આ ફિલ્મની એક BTS વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો હેરાન થઈ ગયા છે. લોકોએ વરુણને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
— Chintan Chavda (@Chavda63709Vtv) January 13, 2025
વાયરલ વિડીયો જોઈ શકાય છે કે વરુણ અને નરગીસ ઇન્ટિમેન્ટ સીનની શૂટિંગ કરી રહ્યા છે. વરુણે નરગીસને પોતાના હાથમાં પકડી છે. બંને એકબીજામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે. ઇન્ટિમેન્ટ સીન પૂરું પૂરો થયા બાદ ડાયરેક્ટર કટ..કટ..કટ.. બોલે છે, પરંતુ વરુણ ઊભો નથી રહેતો. વરુણ નરગીસ સાથે રોમાન્સમાં એટલો વધારે ખોવાઈ જાય છે કે તે ડાયરેક્ટરનું કટ ઇગ્નોર કરીને પણ રોમાન્સ ચાલુ રાખે છે.
ADVERTISEMENT
ડાયરેક્ટરે કટ કહ્યા બાદ પણ વરુણ ઇન્ટિમેન્ટ થવા પર નરગીસ અનકંફર્ટેબલ થતી દેખાઈ રહી છે. નરગીસે કોઈ રીતે વરુણને રોકવાનો પ્રયાસ પણ કર્યો અને જ્યારે વરુણને થયું કે ડાયરેક્ટર વારંવાર કટ.. કટ બોલી રહ્યો છે તો તે હસવા લાગ્યો.
વધુ વાંચો:દિશા પટણીએ વધાર્યાં ફેન્સના ધબકારા, હોટ ફોટોથી વધાર્યું ટેમ્પરેચર, તસવીરો જોતા જ રહી જશો
વાયરલ વિડીયો પર લોકો વરુણને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, 'મે તેરા હીરો' ફિલ્મ વરુણના પિતા ડેવિડ ધવને ડાયરેક્ટ કરી હતી. પિતા સામે આ હરકત શરમજનક છે.' ત્યારે બીજા યૂઝરે લખ્યું, 'પ્રોફેશનલ એક્ટર હોવાથી વરુણને પોતાની લિમિટની ખબર હોવી જરૂરી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.