Viral / કુલી નંબર 1ને લઈને ખરાબ રીતે ટ્રોલ થવા પર વરૂણ ધવન ભડક્યો, કહ્યું- હાં મને ફરક નથી પડતો કે....

varun dhawan coolie no 1 brutally trolled actor reacts to feedback viral

લાંબી રાહ જોયા બાદ વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ક્રિસમિસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ. આ ફિલ્મ 1995માં આવેલી ગોવિંદા-કરિશ્મા કપૂરની ફિલ્મ 'કુલી નંબર 1'ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને મોટી રિલીઝ માનવામાં આવી રહી હતી અને તેને માસ એન્ટરટેનરનું ટેગ પણ આપવામાં આવ્યું. પરંતુ જેવી જ ફિલ્મ રિલીઝ થઈ, લોકોએ ફિલ્મને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને ફિલ્મના મેકર્સની પણ મજાક ઉડવા લાગી. આ ફિલ્મને ઘણો જ નેગેટિવ ફીડબેક મળ્યો અને દર્શકોને પણ ફિલ્મ એટલી પસંદ ન આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ