ડાકોર મંદિરમાં નવા વર્ષમાં રાજ્યની સ્થિતિ અંગે કરાયો વર્તારો

By : krupamehta 09:36 AM, 08 November 2018 | Updated : 09:36 AM, 08 November 2018
યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં  વર્ષોથી દર વર્ષ  દિવાળીની સંધ્યા એ ભગવાન આવનાર વર્ષ દરમિયાન બનનાર રાજ્ય,દેશ અને દુનિયાના ભવિષ્યનો વાર્તારો ડાકોરના ઠાકોર ને સંભળાવવામાં આવે છે. 

ડાકોરના રણછોડજી મંદિરમાં થતાં વર્તારા મુજબ આજથી શરૂ થતાં નવા વર્ષમાં રાજકારણમાં સત્તાપક્ષ ભાજપ માટે મુશ્કેલીનો  દોર છે કે વર્તારા મુજબ દેશમાં આર્થિક સ્થિતિ બગડે ,બેન્કિંગ વ્યવસ્થામાં ફેરફાર થાય નાણાંનું મૂલ્ય ઘટે મોઘવારી માઝા મૂકે ,નાના વેપારી માટે મુશ્કેલી વધે રાજકીય આંદોલનો થાય સત્તાધારી પક્ષોનું કદ ઘટે, દેશમાં પ્રદૂષણ વધે  અને રાજકીય અસ્થિરતા થાય,મોટા પક્ષો માં પક્ષ પલટો જોવા મળે ,સાધુ સંતો રાજકારણમાં પડે સાથે યુવાઓ રાજકારણમાં આવે સાથે આંતરરાસ્તરીય વાર્તારો પણ કરવામાં આવે છે. 

મોટાભાગ ના રાજ્યો જે ભાજપ શાસિત છે ત્યાં ભાજપ ઓછા વરસાદ ,દુકાળ ,આફત અને અતિવૃસ્તી ને લઈ ઘેરાઈ શકે છે તો વિવાદિત રામ મંદિર માં પણ સંતો મહંતો ને મોટા વિવાદ નો સામનો કરવા સાથે સંઘર્ષની પરિસ્થિતી ઉદભવે તેમ છે. Recent Story

Popular Story