varanasi confirmation of covid 19 in young man returned from uk to varanasi genome sample will be sent to pune for testing new strain
ખળભળાટ /
બ્રિટનથી વારાણસી આવેલા યુવકમાં આવ્યો કોરોના, નવા સ્ટ્રેનની તપાસ માટે પુના મોકલાશે સેમ્પલ
Team VTV07:50 AM, 02 Jan 21
| Updated: 08:32 AM, 02 Jan 21
BHUથી મળતી માહિતી અનુસાર બ્રિટનથી વારાણસી આવેલા યુવકના રિપોર્ટમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ પછી મિર્ઝાપુર સીએમઓ સાથે વાત કરીને યુવકને હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. તેના પરિવારને મિર્ઝાપુરના વારાણસી દીનદયાળ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયો છે. આ સિવાય તેના સેમ્પલને નવા સ્ટ્રેનની તપાસ માટે પુના મોકલવામાં આવશે.
બ્રિટનથી વારાણસી આવ્યો યુવક
કોરોના સંક્રમણની કરાઈ પુષ્ટિ
સેમ્પલને નવા સ્ટ્રેનની તપાસ માટે પુના મોકલાશે
યુવક અને તેનો પરિવાર ક્વોરન્ટાઈન કરાયા
બ્રિટનથી વારાણસી આવેલા યુવકમાં કોરોના સંક્રમણની પુષ્ટિ કરાઈ હોવાથી હડકંપ મચ્યો છે. પરંતુ યુવકમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ નથી. આ માટે યુવકના જીનોમ સેમ્પલ પુના મોકલવામાં આવશે. હાલમાં યુવકને BHUની હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. યુવક છેલ્લા 2 અઠવાડિયાથી વારાણસીના સુંદરપુર વિસ્તારમાં સાસરીમાં રહેતો હતો. સંક્રમિત યુવક મિર્ઝાપુરના સીખડ બ્લોકના બશારતપુર ગામનો રહેવાસી છે.
BHUના અનુસાર રિપોર્ટમાં કોરોના હોવાની થઈ પુષ્ટિ
મળતી માહિતી અનુસાર રિપોર્ટમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ પછી મિર્ઝાપુર સીએમઓની સાથે વાત કરીને યુવકને બીએચયૂમાં એડમિટ કરાયો છે. તેનો પરિવાર મિર્ઝાપુરના દીનદયાળ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરાયો છે. સંપર્કમાં આવેલા સાસરીના અને ઘરના દરેક લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. બ્રિટન, ન્યૂઝીલેન્ડ સહિત અન્ય દેશોથી આવેલા 49 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચ્યો છે. હવે પુનાથી આવનારા તેના સ્ટ્રેનના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
4 और लोग कोरोना वायरस के नए स्ट्रेन से संक्रमित पाए गए, अब कोरोना वायरस के नए स्ट्रेन के कुल मामलों की संख्या बढ़कर 29 हो गई है: स्वास्थ्य मंत्रालय #COVID19
ગઈકાલે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ટ્વિટ કરાયું છે કે કોરોનાના નવા સ્ટ્રેનથી અન્ય 4 લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 29 પહોંચી છે.
વિદેશથી આવેલા 49 લોકોના રિપોર્ટ આવ્યા નેગેટિવ
અન્ય 49 લોકોની તાપસ કરવામાં આવી અને સતત સ્વાસ્થ્ય વિભાગ તેમના સંપર્કમાં છે. ફોન પર તેમની સાથે વાત પણ થઈ રહી છે. તેમના સ્વાસ્થ્ય અપડેટ લેવાઈ રહ્યા છે. તેમના દરેકના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. કોરોનાના સ્ટ્રેનની શંકાના આધારે યૂપી સરકારના નિર્દેશ પર વિભાગના કર્મચારી વિદેશથી આવનારા પર સતત નજર રાખી રહ્યા છે.