varanasi big turn in gyanvapi sringar gauri temple case rakhi singh to take back her petition
BREAKING /
વારાણસીના જ્ઞાનવાપી કેસમાં મોટો વળાંક: મંદિરના એક પક્ષકારે અરજી પરત ખેંચવાનો કર્યો નિર્ણય
Team VTV01:39 PM, 08 May 22
| Updated: 02:30 PM, 08 May 22
ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં હાલના દિવસોમાં ચર્ચામાં રહેલી જ્ઞાનવાપી મસ્જિદ અને માં શ્રૃંગાર ગૌરી મંદિર કેસમાં રવિવાર મોટો વળાંક આવ્યો છે.
યુપીમાંથી આવ્યા મોટા સમાચાર
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો વળાંક
એક વાદીએ અરજી પાછી ખેંચી
ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં હાલના દિવસોમાં ચર્ચામાં રહેલી જ્ઞાનવાપી મસ્જિદ અને માં શ્રૃંગાર ગૌરી મંદિર કેસમાં રવિવાર મોટો વળાંક આવ્યો છે. વિશ્વ વૈદિક સનાતન સંઘે વારાણસીમાં આ પ્રસિદ્ધિ મસ્જિદ પરિસરમાં આવેલા માં શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજા માટે કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી લેવાની જાહેરાત કરી છે.
પાંચ મહિલાઓએ કરી હતી અરજી
સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેને રવિવારે ખુદ આ પ્રકારની જાણકારી આપી હતી. જિતેન્દ્ર બિસેનના નેતૃત્વમાં જ તેમની ભત્રીજી સહિત પાંચ મહિલાઓએ વારાણસી જિલ્લા કોર્ટમા અરજી દાખલ કરી હતી.
કોર્ટ સમક્ષ કરી હતી આ માગ
આપને જણાવી દઈએ કે, દિલ્હીની રાખી સિંહ, લક્ષ્મી દેવી, સીતા સાહૂ અને અન્યની દૈનિક પૂજા અને શ્રૃંગાર ગૌરીમાં અનુષ્ઠાન કરવાની મંજૂરી માગતી અરજી પર ધાર્મિક સ્થળની વીડિયો ગ્રાફી અને સર્વેક્ષણ કરવા માટે કોર્ટેના આદેશ પર આ પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાસ પર ભગવાન ગણેશ, ભગવાન હનુમાન અને નંદી આવેલા છે. તેમણે 18 એપ્રિલ 2021ના રોજ પોતાની અરજી સાથે કોર્ટમાં ગયા હતા અને વિરોધીઓને મૂર્તિઓનું નુકસાન કરતા રોકવાની માગ કરી હતી.