અનોખી ક્રિકેટ મેચ, ખેલાડીઓએ ધોતી-કુર્તામાં માર્યા ચોગ્ગા-છગ્ગા

By : krupamehta 11:02 AM, 13 February 2019 | Updated : 11:02 AM, 13 February 2019
ભારતમાં ક્રિકેટનો ક્રેઝ વધતો ગયો છે. વર્લ્ડ કપ આવવાનો છે અને આ ખેલની દીવાનહી દરેક લોકો પર હાવી થઇ ગઇ છે. કાશી નગરીના યુવાનોએ પારંપારિક પરિધાનમાં ક્રિકેટ મેચ રમીને એમને રોચક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. વાસ્તવમાં વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં મંગળવારે અનોખી ક્રિકેટ મેચ રમવામાં આવી છે. મેચમાં તમામ ખેલાડીઓએ ધોતી-કુર્તો પહેરીને બેટિંગ-બોલિંગ-ફીલ્ડિંગ કરી. આટલું જ નહીં મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી લીધા. ઉલ્લેખનીય છે કે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ મહાવિદ્યાલયના ડાયમંડ જુબિલી વર્ષમાં પ્રવેશ કરવાની તકે સંસ્કૃત ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન થયું. સ્પર્ધા દરમિયાન એમ્પાયરોએ પણ આ વેશભૂષામાં રુદ્રાક્ષની માળા પહેરીને નિર્ણય આપતા જોવામાં આવ્યા છે. આયોજકો પ્રમાણે સંસ્કૃત ક્રિકેટનો ઉદ્દેશ વેદ ભણતા બાળકો કોઇનાથી કમ નથી. એ માત્ર કર્મકાંડ, પૂજા કરાવવા સુધી સીમિત નથી, પરંતુ ચાંલ્લો કરીને ગ્રાઉન્ડમાં ચોગ્ગા-છગ્ગા પણ મારી શકે છે. 

સ્પર્ધામાં પાંચ ટીમોએ ભાગ લીધો, આઠ-આઠ ઓવર વાળી મેચ દરમિયાન બધા નિયમ કાયદા કોઇ આંતરરાષ્ટ્રીય મેચ જેવા જ હતા. ટૂર્નામેન્ટમાં શાસ્ત્રાર્થ-અ, શાસ્ત્રાર્થ-બ, ઇન્ટરનેશનલ ચંદ્રમૌલી સંસ્થાન, ચલ્લા શાસ્ત્રી વેદ વિદ્યાલય અને બ્રહ્મા વેદ વિદ્યાલયની ટીમોએ ભાગ લીધો. Recent Story

Popular Story