Vapi Valsad railway track Vande Bharat train accident cow came
સામાન્ય નુકસાન /
વંદે ભારત ટ્રેનને નડ્યો ફરી અકસ્માત, વલસાડ વાપી વચ્ચે ટ્રેનની અડફેટે આવી ગાય, જુઓ આગળનો ઘટનાક્રમ
Team VTV10:35 PM, 23 Mar 23
| Updated: 10:48 PM, 23 Mar 23
વાપી વલસાડ રેલવે ટ્રેક પર વલસાડ નજીક ટ્રેન આડે એકાએક ગાય આવી જતા વંદે ભારત ટ્રેનને વધુ એક વખત અકસ્માત સર્જાયો હતો.
વલસાડમાં વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત
વલસાડ-વાપી વચ્ચે ટ્રેનની અડફેટે ગાય આવી
ગાયના મૃતદેહને દૂર કરી ફરી ટ્રેન મુંબઈ તરફ રવાના
વંદે ભારત ટ્રેનને વધુ એક વખત અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વાપી વલસાડ રેલવે ટ્રેક પર વલસાડ નજીક ટ્રેન આડે એકાએક ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની અડફેટએ ચડેલ ગાયનું મોત નિપજયું હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રેન મુંબઇ જઇ રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેને લઈને પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રેનને થોભાવી દેવાની નોબત આવી હતી. ત્યારબાદ ગાયના મૃતદેહને ખસેડી અને ફરી ટ્રેન મુંબઈ જવા રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડી સામાન્ય મરામત કરીને ટ્રેનને આગળ મોકવામાં આવી છે.
વંદે ભારત ટ્રેનને નડ્યો ફરી અકસ્માત, વલસાડ વાપી વચ્ચે ટ્રેનની અડફેટે આવી ગાય, થોડા સમય સુધી ટ્રેન રોકવામાં આવી, ગાયના મૃતદેહને દુર કરી ફરી ટ્રેન મુંબઈ તરફ રવાના, ટ્રેનના આગળના ભાગે થોડું નુકશાન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2023
ગાયના મૃતદેહને દુર કરી ફરી ટ્રેન મુંબઈ તરફ રવાના
ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માત સર્જાઇ રહ્યા છે. વંદે ભારત ટ્રેનનો પ્રથમ અકસ્માત અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન નજીક સામે આવ્યો હતો. જેમા ભેંસ આડે ઉતરતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. વધુમાં બીજી વખત એટલે કે સાતમી ઓક્ટોબરના રોજ આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.
અગાઉ પણ થયો હતો અક્સ્માત
આ ઉપરાંત 29 મી ઓક્ટોબરના રોજ વંદે ભારત ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો હતો. જ્યાં વલસાડ નજીક જ અકસ્માત ન રહ્યો હતો અને તેમાં ટ્રેન સાથે બળદ અથડાયો હતો. એ જ રીતે 8 નવેમ્બરના રોજ મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસના અકસ્માતમાં 54 વર્ષીય મહિલાનું મોત નીપજયુ હતું.