વાપીમા એક બે નહીં 32 પરિવારે કેમ કરી ઇચ્છા મૃત્યુની માગણી...!

By : juhiparikh 10:07 AM, 11 October 2018 | Updated : 10:08 AM, 11 October 2018
વલસાડના વાપીમાં એક બે નહીં પરંતુ એક સાથે 32 પરિવારે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.

વાપીના ગુંજન વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા પરિવારજનોએ બેઘર થઇ જતા ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.
 
ઉલ્લેખનીય છે કે, 23 સપ્ટેમ્બરના એક બિલ્ડિંગની છત તૂટી પડી જતાં એક વ્યકિતનું નિપજ્યું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા, જે પછી તંત્ર દ્વારા બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી હતી છે, જેના કારણે 32 જેટલા પરિવારના લોકોને બેઘર થતા સોસાયટીના કોમન પ્લોટ પર રહેવા જતા રહ્યા છે અને ત્યાં જ જમવાનું બનાવીને તમામ લોકો સાથે રહે છે.

છેલ્લા 19 દિવસથી તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને તંત્ર દ્વારા સ્થાનિકોને કોઈપણ પ્રકારની મદદ ન કરવામાં આવતા છેવટે 32 પરિવારે તંત્ર પાસે સામૂહિક ઈચ્છા મૃત્યુની માગણી કરી છે..a



Recent Story

Popular Story