બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vansada taluka is facing shortage of drinking water.

તરસ્યુ વાંસદા / ગુજરાતના 'ચેરાપુંજી'માં પાણીના વલખા! સ્થાનિકોએ જવું પડે છે 2 કિલોમીટર દૂર, સ્થિતિ જોઈને ભાવૂક થઈ જશો

ParthB

Last Updated: 11:22 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ચેરાપૂંજી ગણાતા એવા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકામાં પીવાના પાણીની કિલ્લત જોવા મળી રહી છે.

  • વાંસદા તાલુકામાં પાણીની કિલ્લત
  • પીવાનું પાણી લેવા કરવી પડે છે મહેનત
  • શુદ્ધ પીવાનું પાણી નથી મળતું

ગુજરાતનો ચેરાપુંજી ગણાતો વાસંદા તાલુકો પણ ઉનાળાની શરૂઆત થતાં જ તરસી રહ્યો છે.પીવાના પાણી માટે અહીં લોકો રઝળપાટ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તાર એવા વાંસદા તાલુકામાં પીવાના પાણીની કિલ્લત જોવા મળી રહી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા છતાં પણ સરકાર આદિવાસીઓ માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી શકી નથી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પીવાનું પાણી ભરવા માટે લોકોએ બે થી અઢી કિલોમીટર સુધી દૂર ચાલતાં જવું પડે છે.

બે થી અઢી કિલોમીટર દૂરથી લાવવું પડે છે પીવાનું પાણી

બે થી અઢી કિલોમીટર દૂર ગયા બાદ પણ પીવાનું શુદ્ધ પાણી આદિવાસીઓને નથી મળતું.આદિવાસી વિસ્તારના લોક સવારે 4 થી 4:30 વાગ્યે ઉઠી પાણી ભરવા માટે જાય છે. ત્યારબાદ તેઓ મજૂરી કામ પણ કરે છે.આદિવાસી વિસ્તારો માટે સરકાર અનેક યોજના બનાવે છે પરંતુ પીવા શુદ્ધ પાણી માટે જે પ્રયાસો થવા જોઇએ એ નથી થયા તેથી આદિવાસીઓ ઉનાળામાં પીવા પાણી માટે ટળવળી રહ્યાં છે. 

આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી પાણી

ગુજરાતનો ચેરાપુંજી ગણાતો વાસંદા તાલુકો પણ હવે પાણીની પળોજણથી બાકાત નથી રહ્યો. અહીં ચોમાસામાં  વધુ વરસાદ વરસે છે. છતાં ઉનાળો શરૂ થતાંની સાથે જ એક બેડા પાણી માટે લોકોને ફાંફા મારવા પડે છે.જંગલ અને પહાડી વિસ્તારમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.વાસંદાના છેવાડે આવેલા ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકો  બે થી અઢી કિલોમીટર દૂરથી ચાલીને પીવાનું પાણી લાવવું પડે છે. જેના માટે લોકો સવારે 4થી 4:30 વાગ્યે વહેલા ઉઠીને પાણી ભરવા જાય છે. પાણી ભર્યા બાદ મજુરી કામે જાય છે. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં 100 ઇંચ જેટલો વરસાદ પડે છે છતાં પીવાના પાણીની તકલીફ દૂર કરી શક્યું નથી .ગ્રામજનોની માગ છે કે સરકાર તેમની પાણીની સમસ્યા વહેલી તકે દૂર કરે.  

સંકળાયેલા મુદ્દાઓ

Vansada taluka Water Shortage drinking water gujarat ગુજરાત ગુજરાતી ન્યૂઝ પાણીની સમસ્યા પીવાનું પાણી વાસંદા તાલુકા water crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ